બાંગલાદેશી સગીરા પર ગેંગરેપઃ અમદાવાદના 17ની ધરપકડ, મોટા સેક્સ રેકેટની આશંકા
માંગરોળ તથા રાજ્યના અન્ય જિલ્લામાં 24થી વધુ બાંગલાદેશી સગીરા આ ગોરખધંધામાં ફસાઇ હોવાની પણ પોલીસને દ્રઢ શંકા છે. દેહ વ્યાપાર માટે આવી હોવાની સગીરાને જાણ જ ન હતી, જે પણ લોકો સગીરાને બાંગલાદેશથી ઘરકામ અથવા અન્ય કોઇ બહાનાથી ભારતમાં લાવવામાં આવી હોય અને સગીરાને આવા ગોરખધંધામાં ધકેલાવાના હોવાની જાણ જ ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલગ અલગ ટીમ બનાવી દલાલ વર્ષા નિતિન લોહાણા, અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા. માંગરોળમાંથી બાંગલાદેશી સગીરા મળી આવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય આ નેટવર્ક રાજ્યવ્યાપી હોવાનું જણાય છે.
જૂનાગઢ: બાંગલાદેશી સગીરાને માંગરોળમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનાર મહિલા દલાલ અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતા. હવે આ સામૂહિક બળાત્કાર અને સગીરાને સેક્સ રેકેટમાં ધકેલવાના ગુનામાં અમદાવાદના 17 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.
માંગરોળની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા એલસીબી, એસઓજી, માંગરોળ પોલીસે દિવસ રાત એક કરી છે. અલગ અલગ ટીમ સતત તપાસ ચલાવી રહી છે અને હજુ વધુ ચોકાવનારી હકિકતો સામે આવશે. આ ગોરખધંધામાં સંકળાયેલા તમામ લોકો સગીરાને દેહ વ્યાપાર માટે મોકલતા અને તમામનું કામદીઠ અમુક ટકા લેખે કમિશન બાંધેલુ હતુ.
માંગરોળના બસ સ્ટેન્ડથી મળી આવેલી સગીરાને માંગરોળ પોલીસે પ્રથમ જૂનાગઢ શીશુમંગલ સંસ્થામાં મોકલી આપી હતી. શીશુમંગલના સ્ટાફે દુભાષીયાની મદદથી સગીરાની પુછપરછ કરતા સગીરા મુળ બાંગલાદેશની હોવાનું અને માંગરોળની મહિલા વર્ષા નિતિન લોહાણા દેહ વ્યાપારનો ગોરખધંધો કરાવતી હોવાનું અને માંગરોળના 6 શખ્સે તેના પર દુષ્કર્મ થયાનું જણાવ્યું હતુ.
સગીરા પર ખરેખર કેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે, તેની સાથે બળજબરી કરી છે કે કેમ વગેરે અંગે માહિતી મેળવવા સગીરાના કપડા, દુષ્કર્મની જગ્યા પરથી મળી આવેલી શંકાસ્પદ ચીજને એફએસએલમાં મોકલી અપાઇ છે.
સમગ્ર ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને લઇ એસપી નિલેશ જાજડીયાએ તપાસ તુરંત જ એલસીબી પીઆઇ એન.કે વ્યાસને સોપી હતી. પોલીસે સગીરાને બાંગલાદેશથી ભારત, ત્યાંથી મુંબઇ અને અમદાવાદ સુધી લાવનાર શખ્સોને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી આગળની કવાયત હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -