આજથી બેંકમાં બદલી શકાશે જૂની નોટો, જાણો બેંક, રાજ્ય સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે
આ ઉપરાંત, પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક ક્રોસ પેટ્રોલિંગ ગોઠવવા પૂરતા વાહનો અને માણસોની ફાળવણી કરવામાં આવી છે. નોટોનું વિતરણ થાય ત્યાં સુધી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. પોલીસ કમિશનર એ.કે. સિંઘે પ્રજાને અપીલ કરી છે કે, સરકાર અને બેન્કો દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ લોકોને ઉચિત માત્રામાં નાણાં દિવસો સુધી મળનાર છે. આથી, ક્ષણિક આવેશમાં કાયદો-વ્યવસ્થાનો ભંગ ન થાય તેની તકેદારી સૌ કોઈએ સ્વયંભૂ લેવી પડશે. વિતરણ ચાલતું હોય તે દરમિયાન લોકો ધીરજ રાખે. ટોળાંશાહી ન સર્જવા, ઘર્ષણ ટાળવા અને અફવાથી નહીં પ્રેરાવા પણ અપીલ કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ચલણી નોટ મેળવવા માટે બેન્કો ઉપર ભારે ભીડ એકત્ર થવાની ભીતિથી કોઈ અનિચ્છનિય બનાવ અટકાવવા માટે શહેર પોલીસ સતર્ક બની છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની તમામ બેન્કો, પોસ્ટઓફીસ અને ATM ઉપર બંદોબસ્ત ગોઠવવા તાકીદ કરવામાં આવી છે. આ સ્થળો ઉપર સવારથી પોલીસ, SRP અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવાશે.
જે લોકો આજે બેંકોમાં નોટો બદલાવામાં આવશે તેમને શું ધ્યાનમાં રાખવો જોઈએ. તો આજે જે લોકો બેંકમાં નોટો બદલવા માટે આવશે તે એક દિવસમાં 4 હજારની રૂપિયાની નોટો બદલી શકાશે. પરંતુ જો તે આનાથી વધુની નોટો બદલવા માંગતા હોય તો તેમાં કોઈ રોક નથી. પરંતુ આ આ નોટો બદલાવા જતી વખતે પોતોની સાથે પોતાનું ઓળખપત્ર રાખવાનું ન ભુલતા અને આ સાથે જુની નોટ આપી જો નવી નોટો લેવા માંગતા હો તો તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. આ તો બેંકમાં નોટો બદલાવા આવતો લોકોની વાત થઈ.
અમદાવાદઃ 500 અને 1000 હજારની નોટો બંધ થઈ ગઈ છે. ત્યારે આજે બેંક અને ગ્રાહકો માટે એક મહત્વનો દિવસ છે. બેંકોમાં આજે જ્યારે 500 અને 1000 હજારની નોટો બદલવા માટે લોકોનો ઘસારો હશે ત્યારે લોકોને કોઈ તકલીફના પડે તે માટે બેંકોએ પુરેપુરી તૈયારી કરી લીધી છે.
શનિવારે અને રવિવારે બેંકો ચાલુ રહેશે. જો SBI બેંકની વાત કરવામાં આવે તો આજે SBI બેંક સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અને બધી જ શાખાઓમાં નોટો બદલાવવા માટે જે લોકો આવે તેમના માટે એક અલગથી કાઉંટર બનાવવાની જાહેરાત કરવામા આવી છે. જ્યારે ICICI બેંક 10 અને 11 નવેંમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ICICI બેંકમાં પણ એક વધારાનું કાઉંટર ખોલવામાં આવશે. આ પ્રમાણે બેંકમાં નોટો જમા કરવા માટે આવતા લોકોને કોઈ તકલીફનો સામનો કરવો પટે તે માટે બેંક દ્રારા ખાસ ધ્યાન રાખવામા આવશે.
રાતોરાત રદ થયેલી પોતાની જુની નોટો બદલીને નવી નોટ’ મેળવવા લોકોની ભારે ભીડ ગુરૂવારે સવારથી જ બેન્કો ઉપર લોકો ભારે ભીડ જામવાની શક્યતા પોલીસ જોઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં ચલણી નોટોનું વિતરણ થાય તેવું આયોજન કરવા સરકાર, બેન્કો અને પોલીસ વચ્ચે ગાંધીનગરમાં મિટિંગ યોજાઈ હતી. સવારથી જ બેન્કો, પોસ્ટઓફીસ અને ATM ઉપર પોલીસને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ કમિશનરે લોકોને ધીરજ રાખવા અને કોઈપણ પ્રકારની અફવાથી નહીં પ્રેરાવા અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -