કોલ સેન્ટર કૌભાંડ પહેલાં આ કૌભાંડ કરીને સાગર-રીમાએ લોકો પાસેથી ખંખેરેલા કરોડો રૂપિયા, જાણો વિગતો
મોટા ભાગના લોકો સસ્તી દવાની લાલચમાં બેંકમાં નાણાં જમા કરાવી દેતા પણ તેમને કોઈ નાણાં મળતાં નહીં. આ રીતે સાગર તતા તેના મિત્રોએ કરોડો રૂપિયાની કમામી કરી હતી. લોકોને છેતરીને રૂપિયા કમાવવા આસાન લાગતાં તેણે કોલ સેન્ટરનો ગોરખધંધો શરૂ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોન પર દર્દીઓને એ લોકો એવું કહેતા કે તમારી દવાની દુકાન દ્વારા અપેલી માહિતીના આધારે ડિસ્કાઉન્ટ સ્કીમમાં તમારું નામ સિલેકટ થયું છે અને તમને 30 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ મળશે. લાલચમાં આવેલા દર્દીઓ કે તેમના પરિવારને પછી એડ્વાન્સ રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે કહેતા.
સાગર તથા તેના મિત્રોએ દેશભરમાંથી દવાની દુકાનોમાંથી મહિને 5000 રૂપિયાથી વધુની દવા ખરીદતા દર્દીઓના ડેટા મેળ્યા હતા. પછી તે દર્દીઓને ફોન કરતા અને દર્દીઓ જ્યાંથી દવાઓ ખરીદતા હોય તે દવાની દુકાનનું નામ દઇને તેમને ઓછા ભાવે દવા વેચવાની લાલચ આપતા.
થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે કે 18 વર્ષની ઉંમરે જ સાગરે ઓનલાઇન છેતરપીંડી શરૂ કરી હતી. 2012માં ભાવનગરમાં સાગરે તેના મિત્રો તપેશ, જિમી, અને અખિલેશસિંગ સાથે મળીને ઓનલાઇન મેડિસિન વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો.
અમદાવાદ: અબજોના કોલ સેન્ટર કૌભાંડ દ્વારા રાતોરાત કરોડપતિ બનેલાં સાગર ઉર્ફે શેગી ઠક્કર અને તેની બહેન રીમા ઠક્કરે પહેલાં પણ એક મોટું કૌભાંડ કરીને કરોડોની કમાણી કરી હતી. સાગરે 30 ટકા ડિસ્કાઉન્ટથી દવા ઓનલાઇન વેચવાની સ્કીમ મૂકીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -