✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપ નેતાના સેક્સ સંબંધઃ યુવતીને છોડી દેતાં કર્યો આપઘાતનો પ્રયાસ, નેતાજી થયા જેલભેગા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 05:39 PM (IST)
1

છોટાઉદેપુરઃ યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અને લગ્નની લાલચ આપી સેક્સ સંબંધ બાંધવાના ગુનામાં છોટાઉદેપુરના ભાજપના નેતાની ધરપકડ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છોટાઉદેપુરના ભાજપ મહામંત્રી અને નગરપાલિકાના કાઉન્સિલર મહેશ અંબાલિયાએ યુવતીને દગ્ગો દેતાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

2

પીડિતાનું કહેવું છે કે, પ્રેમી છોટાઉદેપુર નગર નો ભાજપ મહામત્રી છે અને નગરપાલિકાના કાઉન્સિલર હોય રાજકીય વગ ધરાવે છે. જેથી તેની કોઈ ફરિયાદ સાંભળે નહીં, પ્રેમી મહેશ, તેનો ભાઈ જયેશ અને તેના મિત્રો દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતી હતી. જો તું કોઈને મારી વાત કરીશ તો તને મારી નાખીશ. મારી વગ ઉપર સુધી છે. તું મારું કંઈ બગાડી શકે નહીં, તેવી ધમકી આપ્યાનો આક્ષેપ પણ પીડીતાએ કર્યો છે.

3

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતાં મહેશ અંબાલિયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ વિશેષ નિવેદનમાં લગ્નની લાલચે શારીરિક સંબંધો બાંધ્યાનો આક્ષેપ કરતાં પોલીસે અગાઉની ફરિયાદમાં ૩૭૬ ની કલમ ઉમેરી છે.

4

5

આ અંગેની વિગતો એવી છે કે, ભાજપ નેતાએ પ્રેમમાં ધોખો આપ્યા બાદ જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી આપતા પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચી ગયેલી પીડિતાએ ભાજપના દગાખોર પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાજપના નેતા મહેશ અંબાલિયા સાથે તેને ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો અને તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ ભાજપના આ નેતાએ પોતાની પ્રેમિકાને અંધારામાં રાખી અન્ય સાથે લગ્ન કરી તેની સાથે ધોખો કર્યો અને પોતાનો મતલબ પૂરું થઇ જતા યુવતીને તરછોડી દીધી.

6

એટલું જ નહીં, યુવતીને પોતાની સાથે સંબંધ નહીં રાખવા આ નેતા અને તેના મિત્રો ધમકી આપવા લાગ્યા અને ખુદ નેતાએ તેને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો. તેના મિત્રોએ યુવતીને ગામમાં એટલી હદે બદનામ કરી નાખી હતી કે પિતાની છત્ર છાયા ગુમાવેલી આ યુવતી ગામમાં પોતાનું મોં બતાવવાની હાલતમાં ન હતી. જેથી તેણે પ્રિન્ટિંગ પ્રેસમાં ઉપયોગી એવું કેમિકલ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિજનો દ્વારા તેને સમયસર 108 દ્વારા સારવાર માટે લઇ જવાતા તેનો જીવ બચી ગયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપ નેતાના સેક્સ સંબંધઃ યુવતીને છોડી દેતાં કર્યો આપઘાતનો પ્રયાસ, નેતાજી થયા જેલભેગા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.