ભચાઉ અકસ્માત: એક જ પરિવારના 10 મૃતકોની અંતિમયાત્રા લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારે વિચલીત કરી મુકતા આ અકસ્માતના બનાવમાં બે ટ્રેઈલર વચ્ચે કારનો ફુરદો બોલી જતાં લોડર તેમજ ક્રેનની મદદથી વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ગેસ કટરથી વાહનની કેબીન તોડી લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી. જેને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં સનસનાટી મચી ગઈ હતી.
ત્યારે કારમાં સવાર પરિવારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આગળ મોત રાહ તાકીને બેઠું છે. ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સાંજના અરસામાં સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં એક જ પરિવારના દસ સભ્યના અકાળે નિધન થતાં હાહાકાર મચી ગયો હતો.
કાળજું કંપાવી દેનારા અકસ્માતની ઘટનામાં ભુજના ત્રણ ભાઈઓના પરિવારના 10 સભ્યો મોતના ખપ્પરમાં હોમાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ભુજના જ્યેષ્ઠાનગર અને સંસ્કારનગરમાં રહેતા રમેશ ગીરધર કોટિયા (ધોબી) અને તેમના ભાઈ અશોક તથા દિનેશના ભાઈનો પરિવાર બપોરે 3 વાગ્યાના આસપાસ ભુજથી ઈનોવા કાર ભાડે કરીને મોગલ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો.
ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સેન્ચુરી પ્લાય પાસેના માર્ગ મીઠું ભરીને જઈ રહેલા ટ્રેઈલરના ટાયરમાં પંક્ચર પડતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે ડિવાઈડર કુદી ટ્રેઈલર ઈનોવા કાર પર પટકાયું હતું. તે દરમિયાન પાછળથી દોડી આવતું અન્ય એક ટ્રેઈલર કારના પાછળના ભાગે ધડાકાભેર ભટકાતાં લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.
ભુજ: ગઈકાલે ભચાઉના મોટી ચીરઈ પાસે બે ટ્રેલર વચ્ચે ઈનોવા દબાતાં 10 લોકોનાં મોત નિપજ્યાં હતા. તમામ મૃતકોની ભુજમાં અંતિમયાત્રા પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. એક જ પરિવારના લોકોનાં મોત નિપજ્યું હોવાથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું જ્યારે પરિવાર સહિત સગા-સંબંધીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -