ભરૂચમાં ભાજપ પ્રમુખની બર્થ-ડે પર શરાબની મહેફિલમાં કોણ કોણ હતા હાજર ? મોદીની નકલ કરનારો ભાજપનો નેતા છે કોણ ?
ભરુચ તાલુકા ભાજપના હોદેદારોના વાઇરલ વીડિયો અંગે જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલે કહ્યું કે, મને હજી સુધી કોઇએ જાણ કરી નથી. ભાજપ શિસ્તમાં માનનારી પાર્ટી છે. કોઇ પણ જવાબદાર હશે તેમની સામે પાર્ટી પગલાં ભરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને 9 લાખ બેરોજગાર યુવક અને યુવતીઓનું ભાવિ જોખમાયું હતું. પેપર લીક કરવામાં ભાજપના જ આગેવાનો અને કાર્યકરોની સંડોવણી બહાર આવી હતી. પેપર લીકના મુદે ભાજપની ખરડાયેલી છબીને ભરૂચ તાલુકા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ વધુ દાગદાર બનાવી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભરૂચ: ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં છાકટા બનેલા આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરવા ઉપરાંત ભાજપના આગેવાનોની જાહેરમાં શરાબની મહેફીલ ચર્ચાનો વિષય બની છે. રાજયના મુખ્યમંત્રી દારૂબંધીના કાયદાને કડક બનાવી રહ્યાં છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના આગેવાનો તેને ઘોળીને પી રહ્યાં છે. મુખ્યમંત્રી પહેલા તેમની જ પાર્ટીના કાર્યકરો સામે અનુકરણીય પગલાં ભરે તેવી લોકો હવે માંગ કરી રહયાં છે.
ભરૂચમાં બુધવારે વાઇરલ થયેલા વીડિયોએ રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ વીડિયોમાં ભાજપના ભરૂચ તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, આગેવાન રોહિત નિઝામા સહિતના આગેવાનો નજરે પડી રહ્યાં છે. નેશનલ હાઇવે નજીક આવેલાં એક શોપિંગની બહાર આગેવાનોએ ટેબલ પર શરાબ અને કબાબની મહેફીલ જમાવી છે. સત્તાની સાથે દારૂના નશામાં ચૂર બનેલા ભાજપી આગેવાનો તેમની મર્યાદા ગુમાવી દીધી છે. નશામાં ધુત બનેલા આ લોકોએ ભાજપની આબરૂના લીરેલીરા ઉડાવી નાંખ્યાં હતાં.
નશામાં ચકચુર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઇલમાં મિત્રો, આ બર્થ ડે અમુક માટે જ છે, બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતાં જણાઇ રહ્યાં છે.
જયાં એક તરફ રાજયમાં દારુબંધીનો કડક અમલ થઇ રહ્યો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઉડાવી રહ્યાં છે. આ બાબતે ભરુચ તાલુકા ભાજપ પ્રમુખનો સંપર્ક થઇ શકયો ન હોવાથી તેમની પ્રતિક્રિયા જાણી શકાઇ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -