ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ પ્રમુખ પદેથી આપી દીધું રાજીનામું, જાણો વિગત
એન.સી.પીમાંથી કોંગ્રેસમાં આવેલ બળવંતસિંહ પરમારને શહેર પ્રમુખ બનાવાયા હતાં. જોકે શહેર સંગઠનને મજબૂત બનાવવામાં બળવંતસિંહ પણ ઊણા અને કુણા પુરવાર થયા હતાં. જેમાં આખરે થાકી હારીને બળવંતસિંહ પરમારે પણ શહેર કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્રણ વર્ષમાં ત્રણ પ્રમુખો બદલાયા બાદ ડામાડોળ થયેલા શહેર કોંગ્રેસનું સુકાન હવે આગામી દિવસોમાં કોને સોંપાશે તે કહેવું મુશ્કેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ કોંગ્રેસ મોવડી મંડળને એમ લાગતું હતું કે શહેર કોંગ્રેસનો વિવાદ શાંત થઈ ગયો હતો. જોકે બીજુ બાજુ આ વિવાદ અંદર ખાને ઊકળતો હતો. થોયા સમય બાદ હેમેન્દ્ર કોઠીવાલાએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ કોંગ્રેસે તેમનું રાજીનામું સ્વીકાર્યું નહતું. નિર્મલસિંહ યાદવે શહેર કોંગ્રેસ સંગઠનને એક રાખવા માટે ઘણાં પ્રયાસો કર્યા હતાં પરંતુ આખરે તેમને પણ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસમાં સમાંતર બે જૂથો ઊભાં થઈ જતાં તેના પડધા છેક પ્રદેશ કોંગ્રેસ સુધી પડ્યા હતાં. નાછૂટકે કોંગ્રેસે શહેર કોંગ્રેસ પ્રમુખ હોવા છતાં પણ વધુ એક કાર્યકારી પ્રમુખ તરીકે અસંતુષ્ટોમાંથી હેમેન્દ્ર કોઠીવાલાની વરણી કરી હતી.
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વર્ષો સુધી કિરણ ઠાકોરે સુકાન સંભાળ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખના બદલાવ બાદ કૃષિ નિષ્ણાંત નિર્મલસિંહ યાદવને શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતાં. ત્યાર બાદ શહેર કોંગ્રેસ સમિતિની રચના થતાં જ કોંગ્રેસમાં ભડકો થયો હતો.
ભરૂચ: ભરૂચ શહેર કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે કિરણ ઠાકોરને દુર કરાયા બાદ કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. તાજેતરમાં જ શહેર કોંગ્રેસમાં નવા નિમાયેલા પ્રમુખ બળવંતસિંહ પરમારે પણ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ છાવણીમાં ખળભળાટ ઊભો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -