ભરુચઃ યુવકને પરણીત યુવતી સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?
ભરુચઃ દયાદરાના યુવાનને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધમાં જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રેમિકાએ તેના પતિ અને એક અન્ય વ્યક્તિ સાથે મળીને યુવક મળવા બોલાવી હત્યા કરી નાંખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે પ્રેમિકા સહિત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત 17મી મેના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન ભુખી ખાડી પાસે તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ હત્યા પ્રકરણમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પ્રેમિકાએ તેના પતિ તેમજ તેના મિત્રની મદદથી હત્યા કરાઇ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
દરમિયાન ગીતાએ તેના પતિ સહદેવ અને તેના મિત્ર ધર્મેન્દ્ર જશવંત પરમારને ઘટનાથી વાકેફ કર્યા હતા અને આ પછી સહદેવે ઝાકીર ભુખી ખાડી પાસેની ઝાડીઓમાં મળવા માટે બોલાવી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે ગીતાએ 4 કલાકે ચોક્કસ સ્થળે મળવાનું કહેતાં ઝાકીર તેને મળવા ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મુળ મિંયાગામ કરજણનો વતની અને દયાદરામાં રહેતો ઝાકીર ઇસ્માઇલ કુડત વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. જેને બારખોલી વગામાં રહેતી ગીતા સહદેવ જોગી સાથે લગ્નેતર સંબંધ હતાં. તે છેલ્લાં કેટલાંક દિવસથી ઝાકીરને મળતી ન હોઇ ઘટનાના દિવસે સવારે ઝાકીરે તેને મળતાં તુ મને કેમ મળતી નથી તેમ કહી તેને ઠપકો આપ્યો હતો.
બીજી તરફ ધર્મેન્દ્ર અને સહદેવ રીક્ષા લઇને અરગામાથી દયાદરા જવાના માર્ગ ઉપર પહોંચ્યાં હતાં. જ્યાં ગીતા અને ઝાકીર પ્રેમાલાપ કરી રહ્યાં હતાં. આ જ સમયે બંને આવી પહોંચ્યા હતા અને ઝાકીર સાથે ઝઘડો કર્યો હતો અને પછી સહદેવે તેના માથામાં સળીયો મારી દીધો હતો. જ્યારે ધર્મેન્દ્રએ તેના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઇ તેની કરપીણ હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -