ઠાકોર સેના દ્વારા સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ કર્યું, ટ્રસ્ટે અલ્પેશ ઠાકોરને શાલ ઓઢાડી
મહત્વનું છે કે આ યાત્રા જ્યાંથી પસાર થવાની હતી ત્યાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તમાં હતા.. તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહીં. આ વિજય સંકલ્પ યાત્રામાં 182 સીટ પર ગુજરાતનો વિજય થાય તેવી આશા સાથે યાત્રા યોજાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: સોમનાથ મંદિર ખાતે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના અને ઓબીસી એસસીએસટી એકતામંચ દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. અલ્પેશભાઇ ઠાકોરને ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજકારણમાં ઝંપલાવવા માટે રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની અમદાવાદ થી સોમનાથ સુધીની ગુજરાત વિજય સકલ્પ યાત્રા નીકળી હતી.
જેમા 182 ગાડીઓના કાફલો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ કરીને જેગુવાર અને પોર્શ કાર જેવી મોઘીદાટ કારમાં અલ્પેશ ઠાકોર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોર જે ગાડીમાં બેસીને યાત્રામાં જોડાયો તે ગાડીનો નંબર પ્લેટ પણ નહતી. ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનનું ઉલ્લઘન કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -