સુરતઃ ચેટિંગથી કિશોરીને યુવક સાથે બંધાયો સંબંધ, કિશોરી ઘરેથી ભાગી પછી શું થયું?
હવે પરેશે પ્રિયાને ફસાવીને ગેરલાભ લેવાને બદલે મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. આથી મહિલા હેલ્પલાઇનની ટીમ તેમની પાસે દોડી આવી હતી. આ પછી તેઓએ પ્રિયાના પરિવારજનોને બાલોવી પ્રિયાને સમજાવી હતી. કાઉન્સિલરની વાત પ્રિયાને ગળે ઉતરી જતાં તે ફરીથી પરિવાર સાથે પરત ફરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ભાવનગરની 17 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) અને સુરતના પરેશ(નામ બદલ્યું છે) વચ્ચે છેલ્લા એક મહિનાથી પ્રેમસંબંધ છે. આ પ્રેમસંબંધને લગ્નમાં ફેરવવા પ્રિયા ઘરેથી રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી નીકળી હતી. ઘરેથી ભાગેલી પ્રિયા પરેશ પાસે આવી પણ ગઈ, પરંતુ હવે તેમના લગ્નની વાત આવતાં પ્રિયાની ઉંમરને લઇને વિઘ્ન આવ્યું હતું.
હવે પ્રિયા પરેશ વગર રહી ન શકતાં તેણે પરેશ સાથે ભાગીને લગ્ન કરવાનું વિચારી લીધું. પ્રિયા રૂપિયા અને ઘરેણાં લઈને રાજકોટ આવી પહોંચી હતી. પરેશ પણ અગાઉ નક્કી થયા પ્રમાણે બસસ્ટેન્ડ પહોંચી ગયો હતો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કરતાં પરેશ તો પુખ્ત હતો, પરંતુ પ્રિયાની ઉંમર 17 વર્ષ એટલે કે લગ્ન માટે એક વર્ષ ઓછી હતી.
વાત જાણે એવી છે કે, પ્રિયા અને પરેશ એક મહિના પહેલા સોશિયલ મીડિયાથી એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતા. પહેલા તો બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. આ પછી બંનેએ એકબીજાના નંબરની આપ-લે કરી હતી અને પછી તો વાતોનો સીલસીલો શરૂ થઈ ગયો હતો. આમ બંને ક્યારે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા તે ખબર ન રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -