મનમાની ચલાવતી શાળાઓ સામે કડક પગલા લેવાશે, ફીને લઈ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં: શિક્ષણમંત્રી
ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.
બોર્ડની પરિક્ષાનું વાલી અને બાળકો પર કોઈ પણ પ્રકાનું બર્ડન ન આવે તેનું સરકાર ધ્યાન રાખશે. ભુપેંદ્રસિંહ ચુડાસમાએ કહ્યું હૉલ ટિકિટ ન આપવાની ધમકીને ગેરવાજબી ગણાવી છે. અને શાળા સંચાલકોની કોઈ પણ ધમકી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ શાળા સંચાલકો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે એ પણ કહ્યું કે શાળાએ નક્કી કરેલી ફી વાલીઓએ ભરવી પડશે. અને બાદમાં ફી સરભર કરી વધારાની ફી વાલીઓને પરત કરવાની રહેશે.
તેઓએ વધુમાં કહ્યું કે, ''હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સલાહ લઈને સમિતિ કામ કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ, આકરા નિર્ણય લેતા અચકાશે નહીં.
ગાંધીનગર: વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,કોઈપણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં.