સરકારી વેબસાઈટ પર શરમજનક છબરડોઃ સત્તાધીશોને ‘નપુંસક’ બનાવી અપાયું IMPOTENT CONTACT LIST
અમદાવાદઃ સરકારી તંત્ર ક્યારેક એવા ભયંકર છબરડા કરે છે કે જેના કારણે તંત્રમાં બેઠેલા લોકોની સમજ અંગે પણ સવાલ પેદા થઈ જાય. આવો જ એક ભયંકર અને શરમજનક છૂરડો અરવલ્લી જિલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઈટ પર જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા કોઈ હોદ્દેદાર કે ચૂંટાયેલી પ્રતિનિધીનું આ બાબત તરફ ધ્યાન નથી ગયું. સાથે સાથે સરકારી તંત્રમાંથી પણ કોઈનું આ તરફ ધ્યાન નથી ગયું. આ બેદરકારી બદલ સરકારે દાખલો બેસે તેવાં પગલાં લેવાં જરૂરી છે.
IMPORTANTનો ગુજરાતીમાં અર્થ થાય છે મહત્વપૂર્ણ જ્યારે IMPOTENTનો અર્થ થાય છે ‘નપુંસક’. અરવલ્લી જિલ્લા પંચાયતે એ રીતે તેના મહત્વના સભ્યોને ‘નપુંસક’ બનાવી દીધા છે. આ વેબસાઈટ ક્યારે બની તે ખબર નથી પણ આ છબરડો બેદરકારીની પરાકાષ્ઠા સમાન છે.
આ નામ તથા ટેલીફોન નંબર IMPOTENT CONTACT LIST એ ટાઈટલ હેઠળ આપવામાં આવ્યા છે. ખરેખર ટાઈટલ IMPORTANT CONTACT LIST હોવું જોઈએ પણ અંગ્રેજીના અજ્ઞાનના કારણેIMPORTANTના બદલે IMPOTENT લખાયું છે તેના કારણે ભારે અનર્થ થઈ ગયો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઈટ http://aravallidp.org/ છે. આ વેબસાઈટમાં જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા મહત્વના હોદ્દેદારોનાં નામ અને ટેલીફોન નંબર આપવામાં આવ્યાં છે પણ તેમાં એકદમ શરમજનક છબરડો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -