કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
આ દરમિયાન પ્રાંત ઓફિસમાં બન્ને આમને સામને થઇ ગયા હતાં. ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ હસીને એક બીજાને મળ્યાં હતાં અને કોંગી ઉમેદવાર અમિત ઠુંમર ભાજપનાં ઉમેદવાર મહેન્દ્ર મશરૂનાં પગે લાગ્યા હતાં. જેના કારણે હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં અને લોકો એવી ચર્ચા પણ કરવા લાગ્યા હતાં અમિત ઠુંમર કેમ મહેન્દ્ર મશરૂને પગે લાગ્યા.
જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે પાસનાં કન્વિનર અમિત ઠુંમરને ટીકીટ આપી છે. સોમવારે બપોરે 12 વાગ્યે ઉમેદવારી ફોર્મ રજુ કરવા પ્રાંત ઓફિસે હાજર થયા હતાં. ફોર્મ રજુ કરી બહાર નિકળતી વખતે ભાજપનાં ઉમેદવાર મહેન્દ્ર મશરૂ પણ તેના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતાં.
માંગરોળ બેઠક પરથી અપક્ષમાં અશ્વિન કાંતિલાલ સાતભાયા, ઈકબાલ હસન દલ, હિરા અરજણ જોટવાએ ફોર્મ ભર્યું હતું અને ભારતીય નેશનલ જનતા પાર્ટીમાંથી શારદાબેન ગઢીયાએ ફોર્મ ભર્યું હતું.
જૂનાગઢ: ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ઉમેદવારો ફોર્મ ફરવા લાગ્યા છે ત્યારે ઘણી જગ્યાએ બળવો પણ જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાની પાંચ અને ગિર-સોમનાથ જિલ્લાની 4 મળી કુલ 9 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષે મળી કુલ 34 ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતાં. જેમાં જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી મહેન્દ્ર મશરૂએ ફોર્મ રજુ કર્યુ હતું. જ્યારે કોંગ્રેસમાંથી પહેલા પાસ કન્વિનર અમિત ઠુંમરે ઉમેદવારી નોંધાવી હતી. બપોર પછી કોંગ્રેસનાં વિનુ અમિપરાએ ફોર્મ ભરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો.
ઝાંઝરડા રોડ પર વિનુ અમિપરા, પાસનાં કેતન પટેલ સહિતનાં ટેકેદારો એકત્ર થયા હતાં. અમિત ઠુંમરે વિરોધ વચ્ચે 12 વાગ્યે ઉમેદવારી નોંધાવી હતી. બાદ કોંગ્રેસનાં વિનુ અમિપરાએ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. જોકે બન્ને ઉમેદવારે કોંગ્રેસનું મેન્ડેટ રજુ કર્યું ન હતું.