ગુજરાતની આ બેઠક પર ભાજપના કયાં ઉમેદવાર અને પાસ કન્વીનર વચ્ચે થઈ ગાળાગાળી-મારામારી, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમામલો ઉગ્ર બનતા ભાજપના ઉમેદવાર અને પાસ કન્વીનર વચ્ચે થોડીવાર માટે ઝપાઝપી અને બાદમાં ગાળાગાળીનાં દ્રશ્યો સર્જાયા હતાં. બનાવને પગલે સ્થળ પર હાજર લોકોએ સમજાવટ કર્યા બાદ ઉમેદવાર રવાના થયા હતાં.
રાજકોટ: જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ભરત બોધરાને કાર્યાલય ખોલા બાબતે આટકોટમાં જસદણ બાયપાસ ચોકડી પાસે પાસના કન્વીનર સુનિલ ખોખરીયા સાથે બોલાચાલી થઈ હતી. થોડીવાર ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં.
જોકે આ જગ્યા પાસના કન્વીનર સુનિલ ખોખરીયાના મિત્રની હોવાથી તે ત્યાં પહોંચ્યો હતો અને કાર્યાલય ખોલવા માટે ના પાડી હતી. આથી ડો.ભરત બોધરા ત્યાં આવી પહોંચ્યા હતાં અને સુનિલ સાથે બોલાચાલી કરી હતી.
જસદણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.ભરત બોધરાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરવા માટે આટકોટમાં બાયપાસ ચોકડી નજીક કાર્યાલય ખોલવાની તજવીજ હાજ ધરી હતી.
પરંતુ ત્યાં હાજર લોકોએ બન્નેને સમજાવ્યા હતા અને ઉમેદવાર કાર લઈને જતા રહ્યા હતાં. આ પ્રકરણમાં ભાજપના ભરત બોધરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે પાસના કાર્યકરોએ આટકોટ પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -