મોંઘી કારોના કાફલા ને લાઈફસ્ટાઈલના પૈસા ક્યાંથી આવે છે? હાર્દિક પટેલે શું આપ્યો જવાબ?
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પોતે કારોનો કાફલો રાખે છે ને સારી લાઈફ સ્ટાઈલ જીવે છે તે બધું સમાજના પૈસે કરે છે તેવું કહ્યું છે. હાર્દિકે એણ પણ કહ્યું કે, હું એટલો ગરીબ પણ નથી કે સારાં કપડાં ના પહેરી શકું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલને સવાલ પૂછાયો હતો કે, તમારી પાસે મોંઘી ગાડીઓનો કાફલો રાખવાના અને લાઈફ સ્ટાઈલના પૈસા ક્યાંથી આવે છે? હાર્દિકે તેનો એવો જવાબ આપ્યો કે, આ બધા માટે પૈસા મારો સમાજ આપે છે અને હું એટલો પણ ગરીબ નથી કે સારા કપડાં પણ ના પહેરી શકું.
હાર્દિકે એમ પણ કહ્યું કે, સારાં કપડાં પહેરવાં અને સારા દેખાવું પણ એક નેતા તરીકે મારી જરૂરિયાત છે. હાર્દિકને એવો સવાલ પણ પૂછાયો હતો કે, તમે પાસના ફંડનો હિસાબ જાહેર કરશો? હાર્દિકે તેનો એવો જવાબ આપ્યો કે, પાસને ફંડ આપનારા એક પણ વ્યક્તિએ આજ સુધી હિસાબ નથી માંગ્યો.
હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો કે, મારી પાસે એવા લોકો હિસાબ માંગે છે જેમણે કદી ફંડ નથી આપ્યુ. સાચું કહુ તો અમે ક્યારેય કોઈ ફંડ નથી લીધુ. જ્યાંની રેલી હોય ત્યાંની કોર કમિટી તમામ જવાબદારી ઉપાડી લે છે. હાર્દિકે ભાજપ સામે પણ ઘણા પ્રહારો કર્યા હતા.
નીતિન પટેલે હાર્દિકને પર્ચેઝેબલ આઈટમ ગણાવી તેની સામે હાર્દિકે જવાબ આપ્યો કે, હું પર્ચેઝેબલ આઈટમ છું એટલે જ તમારે 23 વર્ષના છોકરાની પ્રેસ પછી પ્રેસ કરવી પડે છે. વિકાસની સીડી છોડીને 23 વર્ષના છોકરાની સીડી બનાવવી પડે છે. 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના ને બિન અનામત આયોગ લાવવું પડ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -