હાર્દિક પટેલને જીવનું જોખમ, કેન્દ્ર સરકારે આપી CISFની વાય કેટેગરીની સુરક્ષા
ગુજરાતમાં રાજકીય ઘમાસાણ વચ્ચે હાર્દિક પટેલે એક દિવસ પહેલા જ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, અનામત આંદોલન બંધ કરવા ભાજપે તેને 1200 કરોડની ઓફર આપી હતી. તેણે જણાવ્યું હતું કે, ભાજપે આ પ્રસ્તાવ એ સમયે આપ્યો હતો, જ્યારે તે સુરતની લાજપોર જેલમાં બંધ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા હાર્દિક પટેલે સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. હાર્દિક પટેલનું કહેવું હતું કે, પોલીસ તેની જાસૂસી કરવા ઈચ્છે છે, એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે. હાર્દિકથી પહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. જીજ્ઞેશે કહ્યું હતું કે, આ સુરક્ષા એટલે આપવામાં આવી રહી છે કે જેથી તેની મૂવમેન્ટ પર નજર રાખી શકાય. તેણે સુરક્ષાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેની સાથે હવે બે સુરક્ષાકર્મી રહે છે. તેણે કહ્યું કે, મારા ઉપર કોઈ હુમલાથી સરકારની બદનામી ના થઈ જાય એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે.
અમદાવાદઃ પાસના કન્વીનર હાર્દિક પટેલ પર હુમલો કે તેમની હત્યા થઇ શકે છે તેવા રિપોર્ટના આધારે વાય કેટેગરીની CISFની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાર્દિકે આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, મારી હત્યા થઇ શકે છે તેવો આઇબીનો રિપોર્ટ છે તેથી મને રાઉન્ડ દ ક્લોક સુરક્ષા પૂરી પડાઈ છે. જેમાં ૧૧ જવાનનો બંદોબસ્ત અપાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -