અલ્પેશ ઠાકોર રાજકીય વ્યૂહરચના જાહેર કરે પછી તેની સાથે હાથ મિલાવવા અંગે હાર્દિકે શું આપ્યો જવાબ ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે જણાવ્યું કે, 58 બીનઅનામત જાતિને અનામતનો લાભ મળે તો ધોરણ-12 સાયન્સના 80 થી 90 ટકા મેળવનારા વિદ્યાર્થીને વધુ અભ્યાસ માટે પ્રાઇવેટ કોલેજમાં ન જવું પડે. તેણે કહ્યું કે, અગાઉ પણ અરવલ્લીમાં રેલી નિકળી હતી અને એ વખતે પણ લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો હતો.
મોડાસા: પાટીદાર અનમાત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં સત્તા પરિવર્તનની હાકલ કરતાં કહ્યું કે, ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી છે. તેણે ઉમેર્યું કે, અમારી લડાઇ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી પણ આ લડાઇ ગુજરાતની 6.50 કરોડ જનતા માટે છે.
મોડાસા શામળાજી હાઇવે રોડ પર આવેલી બી.કનાઇ સ્કૂલની સામેના ગ્રાઉન્ડ ઉપર સભા પૂર્વે પાસના કાર્યકરો અને સમાજના અગ્રણીઓએ પાસ કન્વીનર હાર્દિક પટેલને સાફો પહેરાવીને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. હાર્દિકે કહ્યું કે, નેતા લોકોની તાનાશાહી વધી ગઇ છે તેથી હવે સત્તા પરિવર્તન જરૂરી છે.
ઓબીસી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સોમવારે પોતાની રાજકીય વ્યૂહરચના જાહેર કરવાના છે ત્યારે અલ્પેશ ઠાકોર અંગે પૂછાતાં હાર્દિક પટેલે જણાવ્યું કે,અલ્પેશ ઠાકોરનો સાગે નિર્ણય હશે તો તેની સાથે જોડાઈશું. અમને સમાજના હિત માટે કામ કરનારા કોઈની સાથે હાથ મિલાવવામાં વાંધો નથી.
મોડાસામાં અનામત આંદોલનના ભાગ રૂપે આયોજીત સંકલ્પ સભાને સંબોધતાં હાર્દિક પટેલે પાટીદારોને અનામત મેળવવા માટે સરકાર સામે લાંબી લડાઇ લડવા સહયોગની પણ અપીલ કરી હતી. સભા પછી હાર્દિકે રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -