ભાજપે પરસોત્તમ સોલંકીને મનાવી લીધા, વિજય રૂપાણીએ સોલંકીને શું આપી ખાતરી? જાણો વિગત
સોલંકીએ પોતાની નારાજગી દૂર નહીં થાય અને યોગ્ય ખાતાં નહીં મળે તો પોતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રાલયને છોડી દેશે તેવી ચીમકી પણ આપી છે. સાથે સાથે તેમણે એવી ધમકી પણ આપી છે કે, ભાજપ કોળી સમાજને થયેલો અન્યાય દૂર નહીં કરે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપને પરચો આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોલંકીએ બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને તેમની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. રૂપાણીને મળવા જતાં પહેલાં સોલંકીએ મીડિયા સામે પોતાનો અસંતોષ શબ્દો ચોર્યા વિના વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોળી સમાજ નારાજ છે અને સરકારે કંઇક કરવું જોઇએ.
ગાંધીનગરઃ ગુજરાતની નવી રચાયેલી વિજય રૂપાણી સરકારના રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ સોલંકીને ભાજપે આખરે મનાવી લીધા છે અને તેમને કેબિનેટના વિસ્તરણમાં મહત્વનું ખાતું આપવાની ખાતરી આપવામાં આવી છે. સોલંકીએ પોતે આ જાહેરાત કરી હતી.
સોલંકીએ પોતાને મળેલા ખાતા સામે અસંતોષ વ્યકત કરી ખૂલ્લો મોરચો માંડયો હતો અને તેમણે બુધવારે રૂપાણીએ બોલાવેલી કેબીનેટ બેઠકમાં પણ જવાનું ટાળીને પોતાના તેવર વધારે આક્રમક બનાવ્યા હતા. એટલું જ નહીં પણ તેમણે પોતાન નિવાસસ્થાને કોળી આગેવાનોની બેઠક પણ બોલાવી હતી.
બીજી તરફ ભાજપે પણ સોલંકીને મનાવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા કેમ કે સોલંકી કોળી સમાજના સૌથી મોટા નેતા છે. આ પ્રયત્નોના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલંકીને ખાતરી આપી છે કે વિધાનસભાના સત્ર પછી કેબિનેટનું વિસ્તરણ કરાશે ત્યારે તેમનાં મહત્વનાં ખાતાં આપીને તેમનો અસંતોષ દૂર કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -