ભાજપના ક્યા નેતાએ મોદી-આંબેડકરને ગણાવ્યા બ્રાહ્મણ ? રૂપાણી પણ આ વાત સાંભળી કેમ થઈ ગયા સ્તબ્ધ ?
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
રૂપાણીએ આ સમિટમાં પોતાના પ્રવચનમાં ભાજપ સમાજમાં ભાગ પાડવાના બદલે સત્તા જવા દેવાનું પસંદ કરશે તેવું કહ્યું હતું. ત્રિવેદીએ આ નિવેદન કરીને તેમની જ વાતનો છેદ ઉડાવી દીધો તેથી રૂપાણી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જ્ઞાનના આધારે સમાજના ભાગલા પાડતું નિવેદન કર્યું તેના કારણે ભાજપના નેતાઓ પણ નારાજ છે.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
આ સમિટને સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. ત્રિવેદીએ કરેલા આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -