✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના ક્યા મંત્રી વિધાનસભામાં પ્રવેશ કરતાં જ ગબડી પડ્યા? સાર્જન્ટોએ ઉઠાવવા પડ્યા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2018 01:42 PM (IST)
ભાજપના ક્યા મંત્રી વિધાનસભામાં પ્રવેશ કરતાં જ ગબડી પડ્યા? સાર્જન્ટોએ ઉઠાવવા પડ્યા?
1

પરષોતમ સોલંકીને નીચે પડતા જોઈ સાર્જન્ટ્સ દોડી આવ્યા હતા અને સોલંકીને ઊભા કરી બેસાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પરષોત્તમ સોલંકીની નારાજગી ચર્ચાનો વિષય બની છે અને ધારાસભ્યો તરીકે સોલંકીએ સૌથી છેલ્લે શપથ લીધા હતા.

2

વિધાનસભાના રિનોવેસન બાદ આજે 14મી વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું છે, ત્યારે પહેલા જ દિવસે ગૃહમાં પ્રવેશ કરતાં જ રાજ્ય સરકારમાં મંત્રી પરષોતમ સોલેકી ગબડી પડ્યાં હતાં.

3

અમદાવાદઃ આજથી ગુજરાતની 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્યપાલ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી હતી. ભારે હોબાળાની વચ્ચે રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવું પડ્યું હતું.

4

બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલનું પ્રવચન ચાલતું હતું ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી વગરના રૂપાણી રાજીનામું આપો, દલિતોને ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો, જેવા સૂત્રો ગૃહમાં ગૂંજી ઉઠ્યા હતા. ભારે વિરોધને કારણે અડધા કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપના ક્યા મંત્રી વિધાનસભામાં પ્રવેશ કરતાં જ ગબડી પડ્યા? સાર્જન્ટોએ ઉઠાવવા પડ્યા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.