અમરેલી: રાજુલા પાલિકામાં કોંગ્રેસની જીત, કેટલા વોર્ડમાં મેળવી જીત, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજુલા પાલિકામાં કોંગ્રેસની જીત બાદ ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કોંગ્રેસના તમામ ઉમેદવારો હાલ ઢોલ-નગારા સાથે ખુશીની ઉજવણી કરી રહ્યાં છે.
અમરેલીના રાજુલમાં કોંગ્રેસની જીત થઈ છે જેમાં કોંગ્રેસે 16 બેઠકો પર વિજય મેળવ્યો છે જોકે ત્રણ વોર્ડની ગણતરી હજુ ચાલુ છે. રાજુલાના વોર્ડ 2 અને 1માં ચારેય બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસની જીત થતાં ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રાજુલા પાલિકામાં 7માંથી 4 વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોની જીત થઈ છે.
ગાંધીનગરઃ આજે ગુજરાતની 74 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણમાં ભાજપ 11 પર જ્યારે કોંગ્રેસ 4 પાલિકામાં જીત મેળવી લીધી છે. જ્યારે અમરેલીના જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ પણે બિનહરિફ જાહેર થઈ છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. અમરેલીના રાજુલામાં કોંગ્રેસની જીત થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -