Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના આ ધારાસભ્યો પાંચ હજારથી પણ ઓછા મતથી જીત્યા છે? જાણો તમામ વિગતો
ગાંધીનગરઃ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના 17 અને કોગ્રેસના ચાર ધારાસભ્યો વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, શૈલેષ પરમાર સહિતના 21 ધારાસભ્યોની જીત સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતોથી વિજેતા બનેલા ભાજપના ધારાસભ્યોની માહિતી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાગરા પરથી ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા 2628ની લીડથી વિજેતા બન્યા હતા.
ડભોઇ પરથી ભાજપના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા 2839ની લીડથી વિજેતા બન્યા હતા.
ફતેપુરા પરથી ભાજપના ધારાસભ્ય રમેશભાઇ કટારા 2711ની લીડથી વિજેતા બન્યા હતા.
ગોધરા પરથી ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી 258ની લીડથી વિજેતા બન્યા હતા.
માતર પરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ 2406ની લીડથી વિજેતા બન્યા હતા.
ઉમરેઠ પરથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર 1883ની લીડથી વિજેતા બન્યા હતા.
ખંભાત પરથી ભાજપના ધારાસભ્ય મહેશ રાવલ 2318 ની લીડથી વિજેતા બન્યા હતા.
બોટાદ પરથી ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ 906ની લીડથી વિજેતા બન્યા હતા.
ગારિયાધાર પરથી ભાજપના ધારાસભ્ય કેશુભાઇ નકરાણી 1876ની લીડથી વિજેતા બન્યા હતા.
પોરબંદર પરથી ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરિયા 1855ની લીડથી વિજેતા બન્યા હતા.
રાજકોટ ગ્રામ્ય પરથી ભાજપના ધારાસભ્ય લાખા સાંગઠિયા 2179ની લીડથી વિજેતા બન્યા હતા.
ધોળકા પરથી ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફક્ત 327ની લીડથી વિજેતા બન્યા હતા.
ગાંધીનગર દક્ષિણ પરથી ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોર 1158ની લીડથી વિજેતા બન્યા હતા.
પ્રાંતિજ પરથી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર 2551ની લીડથી વિજેતા બન્યા હતા.
હિંમતનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા 1712ની લીડથી વિજેતા બન્યા હતા.
વિજાપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રમણભાઇ પટેલ 1164ની લીડથી વિજેતા બન્યા હતા.
વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલ 2869ની લીડથી વિજેતા બન્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -