ગુજરાત ભાજપનાં ક્યાં મહિલા ધારાસભ્ય સામે સર્વિસ ટેક્સની ચોરીની ફરિયાદ નોંધાઈ ?
સુરત: સુરતના લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલે એફીડેવીટમાં દર્શાવ્યા મુજબ લેબર કોન્ટ્રાક્ટરની આવક મેળવી હોવા છતાં સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાની ફરિયાદ અમિત તિવારી નામના વ્યક્તિ દ્વારા સેન્ટ્રલ એક્સાઈઝને કરવામાં આવી છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ટેક્સ ભરવામાં આવ્યા છે કે નહીં તેની ચોક્કસ ખરાઈ કરવામાં જ ખરી હકીકત બહાર આવશે.
સરેરાશ 2 લાખથી 7 લાખ સુધીની આવક મેળવી હતી તેમ છતાં સર્વિસ ટેક્સ ભર્યો ન હતો જેની યોગ્ય તપાસ કરવાની માંગણી અમિત તિવારી દ્વારા કરવામાં આવી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સુત્રો દ્વારા જાણવા મુજબ સેન્ટ્રલ જીએસટી અને એક્સાઈઝ કિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલ ફરિયાદ મુજબ લિંબાયત વિધાનસભાનાં સંગીતા પાટીદાર દ્વારા જણાવ્યા મુજબ 2012-2013નાં વર્ષથી 2016-17 સુધીનાં વર્ષમાં સરેરાશ લેબર કોન્ટ્રાક્ટમાં મોટો પ્રોફીટ મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -