ગુજરાતનાં સાંસદ પૂનમબેનની દીકરી ફટાકડાથી નહીં પણ આ કારણે દાઝતાં મોતને ભેટી, જાણો વિગત
જામનગર: ગુજરાત ભાજપના મહિલા સાંસદ પૂનમ માડમની પુત્રી શિવાની માડમ દિવાળીના દિવસો દરમિયાન તેણીના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાને બાયો ઈથોનેલવાળું હીટર ફાટતાં શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવાનીના નિધનના સમાચાર જામનગરના માડમ પરિવારમાં પહોંચતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. માડમ પરિવારના મોભી એવા વલ્લભભાઈ માડમ, પ્રવિણભાઈ માડમ સહિતના પરિવારજનો તેમન સગા-સંબંધીઓ દિલ્હી પહોંચ્યા હતાં.
શિવાનીનું નિધન થતાં માડમ પરિવાર, આહિર સમાજ, રાજકિય વર્તુળો અને હાલારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
શિવાનીને પ્રથમ દિલ્હી અને મુંબઈની ટોચની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સિંગાપોરની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં શિવાનીની સારવાર ચાલી રહી હતી જોકે અચાનક વધારે તબિયત ખરાબ થતાં શિવાનું 25 દિવસ બાદ નિધન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -