ગુજરાત BJP સાંસદનો દાવોઃ મને ડ્રગ્સ આપી બેભાન કરી અશ્લીલ વીડિયો ઉતાર્યો ને 5 કરોડ માંગ્યા, જાણો વિગત
આ પીડિતા યુવતીએ એવુ પણ જણાવ્યુ છે કે પટેલે આ સિવાય પણ અનેક વાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને હવસનો શિકાર બનાવી હતી. આ વાત કોઈને નહીં કહેવાની ધમકી આપી ત પોલીસ પાસે ન જવા પણ જણાવ્યુ હતુ. આ યુવતીએ એવી પણ ફરિયાદ કરી છે કે આ સાંસદે મને મારી નાખવાની ધમકી પણ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ સાંસદ સામે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પટેલે યુવતીને તેમના સત્તાવાર નિવાસસ્થાન 604 નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આ વર્ષની 3 માર્ચે ડિનર પર બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. પટેલે યુવતીને સુપ્રીમ કોર્ટમાં કેસ અપાવવાની લાલચ આપી બોલાવીને હવસનો શિકાર બનાવી હતી તેવો આક્ષેપ યુવતીએ કર્યો છે.
યુવતીની માગ ના સ્વીકારાય તો તે બળાત્કારનો કેસ કરવાની ધમકી આપતી. આ યુવતીએ ગયા વર્ષે પણ એક સાંસદને આ રીતે ફસાવ્યા હતા. આ કેસની વિગતો ચકાસાઈ રહી છે તેવો દાવો પોલીસે કર્યો છે. અલબત્ત પોલીસે આ યુવતીની ઓળખ કે તેનો શિકાર બનેલા સાંસદની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે.
તેમના કહેવા પ્રમાણે આ યુવતી સાંસદોનો મદદના બહાને સંપર્ક કરી મિત્રતા કેળવતી. પછી તેમને પોતાના ઘેર ચા પીવાના બહાને બોલાવીને ડ્રગ્સ આપીને બેભાન કરતી. પછી તેમની સાથે વાંધાજનક સ્થિતીમાં અશ્લીલ તસવીરો પાડતી અને વીડિયો ઉતારતી હતી. તેના બદલામાં ઉંચા પગારની નોકરી કે મોટી રકમની માગણી કરતી.
દિલ્લીના સ્પેશિયલ કમિશ્નર મુકેશ મીણાએ એફઆઈઆર નંધાઈ હોવાનું તથા આ કેસની તપાસ ચાલી રહી હોવાનું સ્વીકાર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આ યુવતી બ્લેકમેઈલિંગનું રેકેટ ચલાવે છે અને તેની સાથે બીજા કેટલાક લોકો પણ જોડાયેલા છે.
નવી દિલ્હીઃ ગુજરાતના વલસાડના ભાજપના સાંસદ કે.સી.પટેલ સામે એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ મૂકીને કોર્ટમાં ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. કોર્ટે પોલીસ સ્ટેશન પાસે એકશન ટેકન રિપોર્ટ પણ માંગ્યો છે.
જો કે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને કે.સી. પટેલે યુવતી સામે પોલીસ ફરિયાદ કરી છે. પટેલે દાવો કર્યો છે કે, આ યુવતીએ પોતાનો સંપર્ક કરીને મદદ માગી હતી અને પોતાના ગાઝિયાબાદના ઘેર આવવા નિમંત્રણ આપ્યું હતું. પોતે તેના ઘરે પહોંચ્યા ત્યારે પોતાને સોફ્ટ ડ્રિંક્સમાં ડ્રગ્સ અપાયું હતું તેથી પોતે બેભાન થઈ ગયા હતા.
પટેલની ફરિયાદ પ્રમાણે એ પછી બેભાનાવસ્થામાં તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો હતો. એ પછી યુવતીએ અશ્લીલ તસવીરો તથા વીડિયો બહાર નહીં પાડવાના બદલામાં પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. આ રકમ ના અપાય તો પટેલને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ યુવતીએ આપી હતી તેવો દાવો તેમણે કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -