ગુજરાતમાં ફરી ભારે બહુમત સાથે આવશે BJPની સરકાર? જાણો શું કહે છે ટાઈમ્સ નાઉ-VMRનો સર્વે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વેનાં પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભાજપ 150થી વધુ બેઠકો જીતશે. તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં પણ કોઈ સર્વેમાં ભાજપને 325 બેઠકોનું અનુમાન હતું. તેમણે દાવો કર્યો છે કે, સરકાર વિરુદ્ધ લોકોમાં નારાજગી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી ખાસ વાત એ છે કે, સર્વે મુજબ, ભાજપ વિરુદ્ધ રાજ્યમાં કોઈ સત્તાવિરોધી લહેર જોવા મળી રહી નથી. આ જ કારણ છે કે, 2012ની ચૂંટણીની સરખામણીએ પાર્ટીની બેઠકો વધી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી, જ્યારે 2017માં 118-134 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ જૈસેથે નજરે પડી રહી છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 61 બેઠકો મળી હતી અને તાજેતરના આ સર્વેમાં પાર્ટીને 49-61 બેઠકો મળવાનું અનુમાન છે.
નવી દિલ્હીઃ ટાઇમ્સ નાઉ અને વીએમઆના ઓપિનિયન પોલમાં ગુજરાતમાં ભાજપ સરળતાથી સરકાર બનાવતી જોવા મળી રહી છે. સર્વેમાં ભાજપને 118થી 138 સીટ મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 49-61 સીટ અને અન્યને 0-3 સીટ મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સર્વેમાં 2012ની તુલનામાં ભાજપ 4 ટકા સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. વર્ષ 2012માં ભાજપનો વોટ શેર 48 ટકા હતો. સર્વે અનુસાર આ વખતે ભાજપને 52 ટકા, કોંગ્રેસને 37 ટકા અને અન્યના ખાતામાં 11 ટકા વોટ મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -