ગુજરાતમાં ભાજપના પાયાના પથ્થર નારસિંહ પઢિયારનું નિધન, ભાજપ છોડીને ગયા પછી કોના કહેવાથી પાછા આવેલા?
આ ઉપરાંત 1990માં તાલાલા બેઠક પરથી નારસિંહ પઢિયાર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં જોકે તેમનો પરાજય થયો હતો જ્યારે કોંગ્રેસના જેઠાભાઈનો વિજય થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારસિંહ પઢીયારની સ્મશાનયાત્રા મંગળવારે બપોરે 4 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. સ્મશાનયાત્રામાં ગુજરાત ભાજપના મોટા નેતાઓ તેમજ મંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
નારસિંહ પઢીયારના પુત્ર યોગેન્દ્રસિંહ પઢીયાર ભાજપમાં સક્રિય અને યાત્રાધામ બોર્ડના ડાયરેક્ટર છે. નારસિંહ પઢિયારનું અવસાન થતાં જૂનાગઢના અગ્રણી નેતાઓ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા હતાં.
નારસિંહ પઢીયારે કટોકટી વખતે મિસાના કાયદામાં જેલવાસ પણ ભોગવ્યો હતો. જ્યારે શંકરસિંહ વાઘેલા સાથે રાજપામાં ગયા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પુનઃ ભાજપમાં જોડાયા હતા.
જૂનાગઢઃ જૂનાગઢના ભાજપના દિગ્ગજ નેતા અને સોરઠના સિંહ સમા નારસિંહ પઢીયારનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ આજે 87 વર્ષની વયે વહેલી સવારે અવસાન થયું હતું. જનસંઘ વખતના પાયાના પથ્થર સમા નેતાની વિદાયથી જૂનાગઢને મોટી ખોટ પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -