ગુજરાત વિધાનસભા જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પ્રચારમાં ઉતારશે 14 મુખ્યમંત્રી
ભાજપ માટે મોદી પછી યોગી સૌથી મોટો હિંદુ ચહેરો છે. મોદીની છબિ વિકાસ પુરુષની છે. પાર્ટી હિંદુત્વ ચહેરો તરીકે યોગીને સૌથી ફીટ માને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગીની છબિ કટ્ટર હિંદુ નેતા તરીકેની છે. યુપી ચૂંટણીમાં તેમણે 200 સભાઓ કરી હતી. સીએમ બન્યા પછી પણ આદિત્યનાથે પોતાના હિંદુત્વના મોડેલને આગળ ધપાવ્યું હતું. હાલમાં જ તેમણે અયોધ્યામાં સરયૂ નદીના કાંઠે ભગવાન રામની 100 મીટર ઊંચી મૂર્તિ અને દિવાળી મહોત્સવ મનાવવાની જાહેરાત કરી હતી.
પાર્ટી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર ભારતીય મતદારોને સાધવા માંગે છે. રાજ્યમાં 25 બેઠકો પર ઉત્તર ભારતીય મતદારોનું પ્રમાણ નોંધપાત્ર છે. ખાસ કરીને સુરત, અમદાવાદમાં તેમની સંખ્યા ઘણી છે. સુરતમાં આશરે 26.3 ટકા ઉત્તર ભારતીયો છે.
ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રીજો સૌથી મોટા ચૂંટણી નેતા બન્યા છે. આદિત્યનાથ ગુજરાતમાં અનેક રોડ શો કરશે. ગુજરાતમાં તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે.
ગાંધીનગર: આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપ અને કોગ્રેસે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતની ચૂંટણીમાં વિજય મેળવવો ભાજપ માટે કપરો રહેશે ત્યારે કોગ્રેસને મળતા પ્રતિસાદથી ડરેલા ભાજપે ચૂંટણી જીતવા માટે તમામ તાકાત કામે લગાવી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાતની ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. આ સાથે પાર્ટી રમણસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે સહિતના 14 મુખ્યમંત્રીઓને રાજ્યમાં પ્રચાર માટે ઉતારશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -