ગુજરાતની કઈ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jan 2019 10:15 AM (IST)
1
રાજુલા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમરેલી જિલ્લામાં પાંચેય ધારાસભ્યો કોંગ્રેસના હોવાથી ગઢમાં ગાબડું પડ્યું છે.
2
રાજુલા તાલુકા પંચાયતમાં 6 મહિના પહેલા ભાજપના ત્રણ સભ્યોને ખેડવી કોંગ્રેસે સત્તા હસ્તગત કરી હતી. ત્યાર બાદ 6 સભ્યો ગેરલાયક ઠેરવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સસ્પેન્ડ થયા હતા. જોકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના માસુમબેન બારૈયા અને ઉપપ્રમુખ તરીકે અરજનભાઈ વાઘની બિનહરીફ વરણી થઈ હતી. ભાજપના 9 સભ્યો અને કોંગ્રેસના 3 સભ્યો હાજર રહ્યા હતા.
3
અમરેલી: રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લેતાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જીત મેળવતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.