વાયબ્રન્ટ સમિટમાં બંદોબસ્ત બજાવતા પોલીસોને આ વખતે ભોજનમાં શું અપાશે, બીજું શું શું મળશે જાણો વિગત
આ કારણે આગ અને અન્ય કુદરતી કે કૃત્રિમ આફતના સમયમાં રાહત, બચાવ કામગીરી કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે અને 2 વખત તો મોકડ્રીલ પણ કરી લેવાઇ છે. ત્યારે વાઇબ્રન્ટના દિવસો દરમિયાન 20 ફાયર વ્હિકલને 150 ફાયરમેન સહિત તૈનાત રખાશે.
ગાંધીનગરઃ વાયબ્રન્ટ સમિટના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલા રાજ્યભરમાંથી આવનારા 5000 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે આ વખતે ભોજનનો પાકો બંદોબસ્ત કરાયો છે. દર વખતે પોલીસોને ખાવાનું નથી મળતું તેવી બૂમો ઉઠે છે પણ આ વખતે એવું ના બને તેનું ધ્યાન રખાશે.
ફૂડની ક્વોલિટી જળવાઇ રહે તે માટે કેટરર્સને 50 હજાર જેટલા ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટની સાથે યોજાઇ રહેલા મેગા એક્ઝિબીશનમાં 4 દિવસ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો ઉપરાંત લાખ્ખોની મેદની ઉમટવાની છે.
આ વખતે પોલીસોને દરરોજ એક સ્વીટ સાથે કાઠિયાવાડી, પંજાબી અને ગુજરાતી પૈકી બે સબ્જી, રોટી-પુરી અથવા પરોઠા અને ખીચડી-કઢી અથવા જીરા રાઈસ-દાલ ફ્રાય, સલાડ, પાપડ આપવામાં આવશે. ફિક્સ ફૂડ પેકેટની સાથે દરેક પોલીસ કર્મચારીને પાણીની બોટલ, મુખવાસ અને પેપર નેપકીન અપાશે.