ગુજરાત ચૂંટણીઃ સટ્ટાબજારમાં પણ ભાજપ હોટફેવરીટ, જાણો કેટલી મળશે સીટ
સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, પહેલા તબક્કાના મતદાનમાં ‘ભાજપ વિરોધી’ વાતાવરણ જોવા મળતું હતું તે બીજા તબક્કામાં જોવા મળતું નથી. શહેરી વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપને ધારણા મુજબનું નુકસાન જણાતું નથી. બન્ને તબક્કામાં મતદાનમાં સરેરાશ 4% ઘટાડો થયો છે. ભાજપથી નારાજ કમિટેડ પાટીદાર વોટર્સ મતદાનથી અળગાં રહ્યાંની ધારણા વચ્ચે ‘નેગેટીવ વોટ’ ન પડતાં ભાજપનું નુકસાન ઘટ્યાનું અનુમાન છે. આવા કારણોસર ભાજપની સરકાર બનતી નિશ્ચિત જણાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી જાહેર થઈ ત્યારે સટ્ટાબજારે ભાજપને 107-109 બેઠક દર્શાવી હતી. આ આંકડાની નજીક 103-105 બેઠક ભાજપને મળવાનો અંદાજ મતદાન પૂર્ણ થતાં જાહેર કરાયો છે. મતલબ, ધૂમ બુકીંગ કરાવવા પહેલાં ભાજપનું અને પછી કોંગ્રેસનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસાવાયું હતું. છેલ્લા બે દિવસમાં જ બેઠકોમાં કરાયેલી ‘ઉથલપાછલ’ પાછળ પણ ખેલીઓને ખંખેરવાનો ખેલ હોવાનું કહી જાણકાર સૂત્રો ‘ચૂંટણી સટ્ટા’થી દુર રહેવાની સલાહ આપે છે.
‘ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.’ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિધાન સાથે સટ્ટો શરૂ કરનાર બુકીબજારે ઉથલપાથલ કર્યા પછી ‘સટ્ટા ખેલી’ઓને ફરી હતા ત્યાં જ લાવીને ઉભા રાખી દીધા છે. મતદાન પછી ભાજપની સરકાર બને છે તેવા સ્પષ્ટ મત સાથે બુકી બજાર ભાજપને 103 105 સીટો ઉપર સટ્ટો બુક કરી રહી છે. જો કે, ભાજપની સરકાર બનશે તેવો સટ્ટો નોંધવાનું ટાળી બુકીઓ સીટો આધારિત સટ્ટો રમાડી રહ્યાં છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટમી પૂરી થઈ ગઈ છે. બીજા તબક્કામાં 68 ટકા વોટિંગ થુયં છે. જ્યારે પ્રથમ તબક્કામાં 67.72 ટકા વોટિંગ થયું હતું. ચૂંટણી પરિણામને લઇને તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યારે સટ્ટા બજારમાં પણ ભાજપ હોટફેરવીર બની રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -