અમરેલીઃ કાળા વાવટા ફરકાવી CM રૂપાણીનો વિરોધ કરાયો, બે લોકોની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 May 2018 02:23 PM (IST)
1
2
3
દરમિયાન પોલીસ યુવકોને પકડવા માટે દોડી આવી હતી અને બંન્નેની અટકાયત કરી સભાસ્થળની બહાર લઇ ગઇ પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જળસંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણી સભા કરી રહયા છે..
4
અમરેલીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરેલીના લાઠીના જરખીયા ગામે જળસંચય અભિયાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં આયોજીત સભાને મુખ્યમંત્રી રૂપાણી સંબોધી રહ્યા હતા તે દરમિયાન બે વ્યક્તિઓએ કાળા વાવટા ફરકાવી જળસંચયનો વિરોધ કર્યો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરતા વિરોધ કરી રહેલા બંન્ને વ્યક્તિઓની અટકાયત કરી હતી.
5
મળતી જાણકારી અનુસાર, અમરેલીના લાઠીના જરખીયામાં મુખ્યમંત્રી રૂપાણીની ચાલુ સભાએ બે વ્યક્તિઓએ કાળા વાવટા ફરકાવ્યા છે. બંન્નેએ કાળા વાવટા ફરકાવી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.