અમદાવાદઃ બોલીવુડનો આ સ્ટાર કોન્સર્ટમાં ના આવતાં લોકોએ મચાવ્યું તોફાન, આયોજકોને શું પાડી ફરજ?
કોન્સર્ટમાં બુકિંગ કરાવનાર પેક્ષકો મોટી સંખ્યામાં શનિવારે રાત્ર કાર્યકર્મ સ્થળ પર પહોચ્યા હતા. પણ સિંગર હિમેશ રેશમિયા ના આવવાની વાતને લઇને ગુસ્સે ભરાતા સ્થળ પર જ તોફાન કરવા લાગ્યા હતા. અંતે નાણાં કરતાં મામલો શાંત પડ્યો હતો.
મ્યૂઝિક કોન્સર્ટમાં સિંગર હિમેશ રેશમિયા ના આવવાથી અંતે આયોજકોએ બુકિંગના નાણાં પરત આપવાની ખાતરી આપી અને મામલો શાંત પડ્યો હતો. ઉલ્લેખનીય છે શનિવારે રાત્રે ખાનગી આયોજકો દ્વારા આ મ્યૂઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ટિકીટનું ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરી હતી.
ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામમાં આવેલી નારાયણી હાઇટ્સ ખાતે સિંગર હિમેશ રેશમિયાનો કાર્યક્રમ હતો, પણ સિંગર સમયસર કાર્યક્રમના સ્થળે ના પહોંચતા જોવા આવેલા પેક્ષકોએ જબરદસ્ત તોફાન મચાવ્યું હતું. જોકે, પોલીસને ચૂસ્ત બંદોબસ્ત હોવાના કારણે કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી.
ગાંધીનગરઃ શનિવારે રાત્રે એક મ્યૂઝિક કોન્સર્ટમાં કલાકાર ના આવવાથી લોકોએ આયોજકોને ધક્કે ચડાવ્યા હોવાની ઘટના ગાંધીનગરના ભાટ ગામમાં બની છે.