ભાવનગરઃ એક જ યુવતીના પ્રેમમાં પડ્યા બે યુવકો, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?
દરમિયાન મજૂરીકામ કરતો વિનુભા ભાણગઢ ગામે આવેલ વાડીએ રાત્રે પોતાના 12 વર્ષના ભાણેજ સુખદેવ અશોકભાઇ રાઠોડ સાથે સૂતો હતો. દરમિયાન મોડી રાત્રે માંડવા ઉપર કેરોસીન છાંટી કાંડી ચાપી સળગાવતા મામા-ભાણેજ ગંભીર રીતે દાઝી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાઝેલા મામા-ભાણેજને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાણેજ સુખદેવ (ઉ.વ.૧ર)નું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે વિનુ સોલંકીએ અનિલ છગનભાઇ વિરુધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગરઃ શિહોરના ભાણગઢ ગામે એક જ યુવતીના પ્રેમમાં પડેલા બે યુવકો વચ્ચે થયેલી બબાલમાં યુવકના ભાણાને જીવ ખોવાનો વારો આવ્યો છે. યુવક પોતાના 12 વર્ષીય ભાણા સાથે વાડીએ સૂતો હતો, ત્યારે અન્ય યુવકે કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવક દાઝ્યો છે, જ્યારે ભાણાનું મોત થયું છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, ધાંધળી ગામે રહેતો વિનુ સોલંકી (ઉ.વ.25) અને ભાણગઢનો અનિલ છગન એક જ યુવતીના પ્રેમમાં હતી. આ પ્રેમસંબંધમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો થયો ત્યારે વિનુએ યુવતી સાથે નહીં બોલવાનું કહીને બોલે તો જીવતો સળગાવી દેવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -