કાશ્મીરમાં હિમસ્ખલનમાં એક ગુજરાતી જવાન સહિત 5ના મોત, જાણો ક્યાના છે વતની
બીજી તરફ હવામાન ખાતા દ્વારા હજી પણ પાંચ વિસ્તારમાં હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં વીસ જવાનો હિમસ્ખલનનો ભોગ બન્યા છે જ્યારે બીજી તરફ છ સ્થાનિક લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે, રસ્તો બંધ હોવા છતાં મહામહેનતે તમામ જવાનોને બતાવવામાં આવ્યા હતા. આ તમામ જવાનોને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે દેહ છોડ્યો હતો. તેમના નશ્ર્વર દેહને મંગળવારે શ્રીનગર લાવવામાં આવશે જ્યાં તેમને સન્માન આપીને દીલ્હી રવાના કરાશે. ત્યાંથી તેમના મૃતદેહ અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવશે.
જમ્મુઃ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શનિવારે થયેલ હિમસ્ખલનમાં દટાયેલા પાંચ જવાનોનો બે દિવસના સંઘર્ષ બાદ સોમવારે પાંચેય જવાનોના મોત થયા હતાં. મૃત્યુ પામેલા જવાનોમાં એક જવાન દેવા હઝાભાઈ પરમાર ભાવનગરના વતની હોવાનું પણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાની સૂત્રોમાં ચર્ચા છે. ગત અઠવાડિયામાં ગુરેજ સેક્ટરમાં પણ થયેલા હિમસ્ખલનમાં ગોધરાના રહેવાસી જવાન સહિત પંદર જવાનો શહીદ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 20 જવાનો હિમસ્ખલનનો ભોગ બની ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -