બોટાદઃ 15 વર્ષના કિશોર સાથે ત્રહણ કાકાઓનું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, શું આપી ધમકી?
બોટાદ : બરવાળાના કાપડીયાળીમાં 15 વર્ષીય કિશોર સાથે જ ત્રણ કૌટુમ્બિક કાકાઓએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતાં ચકચાર મચી ગઈ છે. કિશોર સાથે છેલ્લા બે વર્ષથી આ ત્રણેય નરાધમો બળજબરી કરતાં હતા. એઠલું જ નહીં, તેઓ કિશોર તાબે ન થતાં તેના માતા-પિતા અને બહેનની હત્યા કરવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાકાને વાત કરતાં તેમણે કિશોરના માતા-પિતાને જાણ કરી હતી અને આ પછી કિશોરે ત્રણેય કૌટુમ્બિક કાકાઓ સામે દુષ્કૃત્ય આચરતા હોવાની બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ભોગ બનનાર બાળકને મેડિકલ તપાસ માટે મોકલી આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, 15 વર્ષિય કિશોરના કૌટુમ્બિક કાકાઓ પરેશ મેપા, વજુ સેફા અને કિશન દિપા છેલ્લા બે વર્ષથી તેની સાથે બળજબરી કરતાં હતા. કિશોરે તેમનો પ્રતિકાર કરતાં આ ત્રણેયે તેના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી હતી. કિશોરે આ અંગે પોતાના સગા કાકા સાથે વાત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -