✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જીતુ વાઘાણીને ચેક બાઉન્સ થવાના કેસમાં મુંબઈ કોર્ટે આપી શું મોટી રાહત? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2017 09:49 AM (IST)
1

આ પહેલા મુંબઇની એક કોર્ટે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી વિરુદ્ધ ચેક બાઉન્સ થવાના મામલે બિનજામીનપાત્ર વ઼ૉરંટ ઇશ્યૂ કર્યું હતું. જોકે પ્રદેશ ભાજપે સમગ્ર મામલાને બદનામીનો પ્રયાસ ગણાવ્યો છે.

2

ભરત પંડ્યાએ જણાવ્યા મુજબ 13 એપ્રિલના રોજ મુંબઈની કોર્ટે સ્થાનિક પોલીસને મેમો દ્વારા સૂચના આપી છે કે કેસની આગામી તારીખ નક્કી થાય ત્યાં સુધી વાઘાણી સામેનું વોરંટ રદ્દ કરવામાં આવે છે. ભરત પંડ્યાનું કહ્યું કે, રૂ. 19 લાખના ચેક બાઉન્સ થયા ત્યાર બાદ તાત્કાલિક આરટીજીએસથી તે રૂપિયા ચૂકવાયા હતા પરંતુ ફરિયાદીએ વાત કોર્ટથી છુપાવી રાખી હતી.

3

જીતુ વાઘાણીએ ખાનગી કંપનીની હરાજીમાં જમીન ખરીદી હતી. સ્ટેન ચેઝ લિમિટેડની જમીન અને ફેક્ટરી હરાજીમાં ઈવા ગૃપ ઓફ કંપનીઝે ખરીદી હતી. જીતુ વાઘાણી ઈવા ગૃપના ભાગીદાર છે. ઈવા ગૃપે 10.85 કરોડમાં ઓગસ્ટ 2010માં જમીન ખરીદી હતી. જેમાં ચેક બાઉન્સ થતા આ મામલો કોર્ટમાં પહોંચ્યા હતો .જ્યાં કોર્ટે જીતુ વાઘાણી સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ હતુ.

4

ચેક બાઉન્સ થવાના મામલે જીતુ વાઘાણી સામે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યુ હતુ. બાદમાં જીતુ વાઘાણીને ઝડપી પાડવા માટે પોલીસ ભાવનગરના જીતુ વાઘાણીના ઘરે પહોંચી હતી. જીતુ વાઘાણી ઘરે હાજર ન હોવાથી મુંબઈ પોલીસે પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી.

5

અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું તેને કોર્ટે હવે રદ્દ કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ જાણકારી આપી છે. અંગેનો કોર્ટનો મેમો પણ પંડ્યા દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરાયો છે.

  • હોમ
  • ગુજરાત
  • જીતુ વાઘાણીને ચેક બાઉન્સ થવાના કેસમાં મુંબઈ કોર્ટે આપી શું મોટી રાહત? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.