દ્વારકાઃ બ્રાહ્મણો વિરૂદ્ધ વાંધાજનક લખાણની વિરૂદ્ધમાં બ્રાહ્મણોની રેલી
આ મામલે મામલતદાર રાજેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે બ્રહ્મસમાજના આ લખાણ વિશે કલેક્ટર સાહેબને જાણ કરી યોગ્ય પગલા લેવામાં આવશે.
જોકે આ મામલે દ્વારકા આર્કોલોજી વિભાગના અધીકારી સુરેશભાઈ શાહ કે જેણે સોશિયલ મિડિયા પર આ પોસ્ટ મુકી છે. તેમણે જણાવ્યુ હતું કે, મે ફક્ત કોઇની પોસ્ટને શેર કરી હતી. મારો કોઇ અંગત અભિપ્રાય કોઇ સમાજ ને નુકસાન પહોંચાડવા કે તેમની લાગણી દુભાવવાનો ન હતો. આ વિશે હુ પણ દિલગીર છું.
બ્રહ્મ સમાજે મામલતદાર ને આવેદન આપી આર્કોલોજી વિભાગના અધીકારી કે જેણે બ્રહ્મ સમાજને અપમાનિત કરતું લખાણ લખ્યુ છે તેમની સામે કડક પગલા લેવા માંગ કરી હતી.
પોસ્ટમાં લખવામાં આવ્યું હતુ કે, “ઇશ્વર તો કબકા મર ચુકા હૈ, મંદિરો મે અબ ઉસકી લાશ પડી હે, ઔર લાશ કે આસપાસ એક બડા બાઝાર બના હુવા હૈ, પંડીત પુરોહિતો કા”. આ મામલે સમાજના લોકોનું કહેવું છે કે, સોશીયલ મીડીયાનો ઉપયોગ કરી સમાજની લાગણી દુભાવવી એ સાઇબર ક્રાઇમ છે. જેના વિરોધમાં સમસ્ત બ્રહ્મસમાજમાં ધેરા પડધા પડ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજે ભેગા થઈને રેલી સ્વરૂપે દ્વારકા પ્રાંત કચેરીએ પહોચ્યા હતા.
દ્વારકાઃ સોશિય મીડિયામાં ભઘવાન અને પંડીતો અને પુરોહિતો વિરૂદ્ધ વાંધાજનક લખાણની પોસ્ટ વાયરલ થતાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેલી યોજીને માલતાદરને આવેદન પાઠવી જવાબદાર સામે યોગ્ય પગલા લેવાની રજુઆત કરી હતી. નોંધનીય છે કે, દ્વારકાના પુરાતત્વ ખાતામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સુરેશ શાહ દ્વારા ભગવાન તથા બ્રાહ્મણ અને પુરોહિતોને અપમાનિત કરતુ લખાણવાળી પોસ્ટ સોસીયલ મીડીયામાં મુકવામાં આવી છે.