બજેટ 2019ને લઇને શું કહી રહ્યા છે નિષ્ણાંતો? જાણો વિગતો
અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. સતાપક્ષ ભાજપે બજેટની પ્રશંસા કરી હતી જ્યારે કોગ્રેસ સહિતની વિપક્ષ પાર્ટીઓએ બજેટની ટીકા કરી હતી. ત્યારે બજેટને લઇને નિષ્ણાંતો શુ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ કહ્યુ હતું કે,બજેટમાં મુખ્યત્વે ચાર ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. એક તો કેપેક્સ સાયકલને પુનર્જિવિત કરવી, ગ્રામીણ-કૃષિ ક્ષેત્રે જોવા મળતાં સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો, નાણાકિય ખાધને અંકુશમાં રાખવી અને એનબીએફસીને નડી રહેલી લિક્વિડીટીની સમસ્યાનો ઉકેલ લાવવો. વિદેશી રોકાણકારો દ્વારા સરકારી બોન્ડ્સમાં ઊંચા ઈન્વેસ્ટમેન્ટની છૂટ સ્થાનિક બજારમાં વધુ ઈનફ્લોને આકર્ષશે અને બોન્ડ યિલ્ડ્સ પરનું દબાણ હળવું થશે. પીએસયૂ બેંક્સ માટે ~૭૦,૦૦૦ કરોડની નવી મૂડી રોકવાનો પ્રસ્તાવ તેમજ કોલેટરલ તરીકે એએ રેટેડ બોન્ડ્સની છૂટ તેમને વધુ નાણા ઊભા કરવા માટે સહાયરૂપ બનશે. સરકારે બજેટમાં ડિજિટલ ઈન્ડિયા, એન્વાર્યન્મેન્ટ, ઈલેક્ટ્રીલ મોબિલિટી અને સોલર સેક્ટર પર ભાર મૂક્યો છે. મધ્યમ વર્ગને અફોર્ડેબલ હાઉસિંગ લોનના સ્વરૂપમાં માર્ચ ૨૦૨૦ સુધી લાભ મળશે. એફડીઆઈ રૂલમાં હળવાશને કારણે ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે.
બજેટને લઇને બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે કહ્યું કે, કેન્દ્રિય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મૂકવામાં આવેલો ભાર દેશમાં ધીમા પડેલા આર્થિક વૃદ્ધિ દરને વેગ આપવામાં ખૂબ મહત્વનો સાબિત થશે. આના કારણે રોજગારીના સર્જન થકી વપરાશી માગમાં જોવા મળતી મંદી દૂર થઈ શકે છે. સરકારે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડિંગને ૩૫ ટકા કરવા માટેનો લીધેલો નિર્ણય પણ રોકાણકારોને રોકાણની ક્વોલિટી તકો પૂરી પાડશે. નાણાપ્રધાને એનબીએફસીની લિક્વિડીટીની સમસ્યાને લઈને આપેલા રાહત પેકેજથી બજારના સેન્ટિમેન્ટ પર નોંધપાત્ર પોઝીટીવ અસર પડશે. પીએસયૂ બેંક્સને રિકેપિટલાઈઝેશનને કારણે બજારમાં ક્રેડિટ વૃદ્ધિને વેગ મળશે. સરકારે એફોર્ડેબલ હાઉસિંગ પર આપેલી રાહતોથી મધ્યમવર્ગને નોંધપાત્ર લાભ મળશે.
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ કહ્યું કે,બેન્કિંગ સેક્ટર બેડ લોન વચ્ચે ઘેરાયેલ છે. વૃદ્ધિમાં ઘટાડા અને પ્રોજેક્ટ અમલીકરણમાં વિલંબના કારણે બેડ લોન વધી છે. સરકારી માલિકીની બેન્કોના કેપિટલ બેઝને મજબૂત બનાવવા રૂ. ૭૦૦૦૦ કરોડનું ફંડ રચવામાં આવશે. ઇમોબિલિટીને ઉત્તેજન આપવા માટે ઇલેક્ટ્રિકલ વ્હિકલના ચોક્કસ પાર્ટ્સ પર કસ્ટમ્સ ડ્યૂટી માફ કરવામાં આવી છે. ઇવી પર પાંચ ટકા જીએસટી લાગુ થાય છે. એફડીઆઇ અને વિદેશી મૂડીપ્રવાહમાં વધારો, એસટીટી ઘટાડવાની દરખાસ્ત, રૂ. ૪૦૦ કરોડ સુધી કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની દરખાસ્તથી બજારને લાંબા ગાળે ટેકો મળશે.
સી.એ નીતિન સોનીએ કહ્યું કે, આ બજેટ માં નાના ટેક્સ પેયર માટે કોઈ મોટી રાહત નથી. પણ અફોર્ડબલ હાઉસ ખરીદવા માટેની લોન ના વ્યાજ ની રૂપિયા ૧૫૦૦૦૦ ની રાહત આપવામાં આપેલ છે.પણ પ્રશ્ન એ થાય કે કેટલા લોકો જે અફોર્ડબલ ઘર ખરીદવાના હોય તે ટેક્સ ચૂકવવા જેટલી ઇનકમ કમાતા હોય ?, આ બજેટ માં ઇનકમ ટેક્સ માં કોઈ ક્રાંતિકારી ફેરફાર નથી જેની આશા જોવાઈ રહી હતી, જેવાકે ખુલી જમીન ઉપર ઇનકમ ટેક્સ, જમીન નું ડિમેટ કરવા વગેરે તેમાં સામેલ છે.
સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરીયાએ બજેટ 2019 વિશે જણાવ્યું હતું કે, એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) અને આઇઓટીના ( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ) સંદર્ભમાં યુનિયન બજેટ 2019 ટેક્નૉલૉજીને અપનાવવા તરફ એક મોટો દબાણ પૂરો પાડે છે, ભારતમાં શ્રેષ્ઠ જીવનશૈલીમાં સુધારો કરવા માટે ઉત્તમ વર્ગમાં ટેક્નોલોજીઓનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું સારું છે. ડિજિટલ ગામડાઓ અને ગ્રામીણ ઔદ્યોગિકરણનો વિચાર એ વ્યવસાયને વ્યાપક રીતે જોડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -