દ્વારકાઃ ફોટોગ્રાફી માટે આવતી યુવતીઓનો ચેન્જિંગ રૂમમાં બનતો સ્પાઇ કેમેરાથી વીડિયો, કેવી રીતે થયો પર્દાફાશ?
મિરરની નજીક જઈને જુઓ. જો તમારી ઇમેજમાં થોડો પણ ચેન્જ જોવા મળે તો તે ટૂ-વે મિરર હોઇ શકે છે. બે મિરર હોવાના કારણે આમ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટૂ-વે મિરરમાં બીજી તરફ સ્પષ્ટ જોઇ શકાય તે માટે લાઇટ દસ ગણી બ્રાઇટ હોય છે. આ લાઇટને ડીમ કરીને મિરરની બીજી તરફ જોઇ શકાય છે.
દ્વારકાઃ ખંભાળિયામાં આવેલા રવિરાજ સ્ટુડિયોનો સંચાલક તેને ત્યાં ફોટોગ્રાફી માટે આવતી યુવતીઓનો સ્પાઇ કેમેરાથી અશ્લીલ વીડિયો બનાવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંચાલકે ચેન્જિંગ રૂમમાં સ્પાઇ કેમેરા ફીટ કર્યા હતા. જેની મદદથી તે યુવતીઓનો અશ્લીલ વીડિયો ઉતારી લેતો હતો. આ અંગે પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે સ્ટુડિયો સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાંચોઃ ચેન્જિંગ રૂમમાં લાગેલા કેમેરાની કઈ રીતે મેળવી શકશો જાણકારી, વાંચો ટિપ્સ..
દિવાલ પર ફિટ મિરર ટૂ-વે હોઇ શકે છે. તેમાં ગ્લાસના પીસને માઇક્રો પેન નામના વિશેષ પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જે મિરર જેવો દેખાય છે પરંતુ બીજી તરફથી પણ તમે સ્પષ્ટ જોઇ શકો છો.
લાઇટ ઓફ કરીને સ્માર્ટફોનની ફ્લેશલાઇટથી મિરર પર નજીકથી નજર નાંખો. ટૂ-વે મિરર હશે તો બીજી બાજુ તમે જોઇ શકશો.
કોઈ શોપિંગ મોલના ચેન્જિંગ રૂમમાં તો ક્યારેક કોઈ પબ્લિક ટોયલેટ કે હોટલના વોશ રૂમમાં મહિલાઓના ન્હાતા અને કપડા બદલતાં વીડિયોના સમાચાર અવાર-નવાર આવતાં હોય છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આવી ઘટનાઓથી બચી શકાય છે. જો મિરર અને આંગળી વચ્ચે સ્પેસ દેખાતી હોય તો તે નોર્મલ મિરર છે. જો સ્પેસ ન હોય તો તે ટૂ-વે મિરર છે.
ફેસને મિરર પાસે વાલો અને બંને હાથથી આંખો પર આવતી લાઇટને બ્લોક કરો. આ સ્થિતિમાં ટૂ-વે મિરર સામે બાજુ જોવાનું આસાન થઈ જાય છે.
મિરર પર નોક કરો. જો મિરર સામાન્ય અવાજ કરે તો તે નોર્મલ છે. ટૂ-વે મિરર હશે તો તેનો અવાજ ગૂંજશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -