કોલ સેન્ટરોની કાળી કમાણીઃ IPSને મળતો મહિને અઢી કરોડનો હપ્તો, કેમ થઈ 50 કરોડની ઓફર
કોર્પોરેટ રોડની એક જાણીતી બિલ્ડિંગની ઘણી ઓફિસોમાં કોલ સેન્ટર ચલાવતા કોલસેન્ટર સંચાલક માપેત કોલ સેન્ટરનાં સંચાલકોએ પોલીસને આ તપાસ પૂરી કરી દેવા માટે રૂપિયા 50 કરોડની ઓફર કરી છે. જો પોલીસ તપાસ પૂર્ણ કરી દેવા માટે 50 કરોડની ઓફર કરાતી હોય તો આ કોલ સેન્ટરના નામે ધમ ધમતા કાળા કારોબારની આવક કેટલી હશે? તે અંગે પોલીસ વિચાર કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલ સેન્ટર ચલાવતા એક સંચાલકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં તમામ જગ્યાએ જે કોલ સેન્ટરો ચાલે છે તેની તમામ વિગતો પોલીસને જાણ છે. પોલીસની રહેમ નજર હેઠળ જ આ કોલ સેન્ટરો ચાલે છે. આનંદનગર, નવરંગપુરા જેવા વિસ્તારોમાં અગાઉ પોલીસે આવા ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.
થાણે પોલીસે મીરા-ભાયંદર રોડ પરના સાત કોલસેન્ટરો પર રેડ કરી તેમના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણનો રેલો અપવાદાવ સુધી આવી પહોંચતા તપાસ માટે અધિકારીની ટીમ અમદાવાદ આવી હતી. થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદમાં ધામા નાંખતા તમામ કોલ સેન્ટરોને બંધ કરી દેવાયા છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અમદાવાદના એક જાણીતા કોલસેન્ટર વરિષ્ઠ અધિકારીને મહિને રૂપિયા અઢી કરોડનો હપ્તો પહોંચાડતો હતો. આ જ કારણ છે કે, ભાજપના સ્થાનિક ધારાસભ્ય જ્યારે કોલસેનટ્ર સંચાલક સામે ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે અઢી કલાક પોલીસ મથકમાં બેઠા હોવા છતાં કોલસેન્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
અમદાવાદઃ આખા દેશમાં ખળભળાટ મચાવનાર મુંબઇ થાણે કોલ સેન્ટર રેકેટનો રેલો હવે અમદાવાદ સુધી પહોંચ્યા બાદ હવે આગળ આ રેલો અમદાવાદના જાણીતા હુક્કાબાર સુધી પહોંચ્યો છે. મળતા અહેવાલ અનુસાર સિંધુબવન રોડ પરના એક હુક્કાબાર ઉપર પણ અધિકારીઓ સર્ચ કરતા હુક્કાબાર બંધ થઈ ગયું છે. સાથે સાથે કોલસેન્ટર ઉપર પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ ત્રાટકવાની વાત વહેતીથથાં જ કોલસેન્ટરોના સંચાલોક કોલસેન્ટરોનેતાળા મારીને ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને તેના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -