જસદણના ગોડાઉનમાં ભૂકંપ બાદ વિસ્ફોટ થતા ચકીદારનું મોત
જસદણ: ગઇ કાલે સૌરાષ્ટ્રમાં ભેદી ધડાકા સંભળાતા લોકોમાં ભયનો મહોલ ફેલાયો હતો. ત્યારે જસદણના ખાંડા હડમતિયા ગામ પાસે આવેલા ટોટા(ડિટોનેટર)ના ગોડાઉનમાં વિસ્ફોટ થતા 30 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો. તેમજ ધરા ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂકંપના આંચકાથી ગોડાઉનમાં ટોટા એકબીજા સાથે સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ગોડાઉનના ચોકીદારનું મોત થયું હતું. તેમજ પ્રચંડ વિસ્ફોટને કારણે ગોડાઉનની અંદરથી અડધા કિલોમીટર સુધી પથ્થરો બહાર ઉડ્યા હતા. વિસ્ફોટમાં 70 વર્ષિય ચોકીદારને ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જસદણથી 10 કિલોમીટર દૂર ખાંડા હડમતીયા ગામ પાસે ડિટોનેટર એક્સલ્પોઝિવનું ગોડાઉન આવેલું છે. ગઇકાલે રાત્રે 1.10 વાગે ભૂકંપનો આંચકો આવતા ગોડાઉનમાં 1.12 વાગે ડિટોનેટર એકબીજા સાથે અથડાતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ 30 કિલોમીટર સુધી સંભળાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
વિસ્ફોટને કારણે ધરા ધ્રુજી હોવાનું લોકોને લાગ્યું હતું. વિસ્ફોટથી ગોડાઉન સંપૂર્ણ જમીનદોસ્ત બની ગયું છે. વિસ્ફોટથી 7થી 8 કરોડનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. આથી જસદણ પોલીસ, ફાયરબ્રિગેડ અને મામલતદારની ટીમ રાતોરાત દોડી ગઇ હતી. તેમજ આજે સવારે રાજકોટ એફએસએલની ટીમ પણ તપાસાર્થે દોડી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -