કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કિરણ ઠાકોરનો વિરોધ થતાં જ તેમણે સામેથી જ ઉમેદવારી પરત ખેંચશે તેવી જાહેરાત કરી હતી. સાંજે તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી. જ્યારે તેમની જગ્યા ભરૂચમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તેઓ ચૂંટણી લડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેરાત થઈ ગઈ છે. સુરત અને ભરૂચમાં કોંગ્રેસના કાર્યાલયો પર તોડફોડ કરવામાં આવી હતી. ટિકિટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ જોવા મળતાં ભરૂચના ઉમેદવાર કિરણ ઠાકોરે સામેથી જ પોતાનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી તેમના સ્થાને કોંગ્રેસના નવા ઉમેદવાર જયેશ પટેલ ચૂંટણી લડશે.
કિરણ ઠાકોરે કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચતા ભરૂચ બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે નવા ઉમેદવારની જાહેરાત કરી હતી જેમનું નામ હતું કિરણ ઠાકોર. જ્યારે કિરણ ઠાકોરના નામની જાહેરાત બાદ તરત જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર સમર્થકો ઉમટી પડ્યા હતાં અને અભિનંદન આપ્યા હતાં. જોકે બપોર પછી સ્થિતિ બદલાઈ હતી અને ભરૂચ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો હતો.
કોંગ્રેસ મોવડી મંડળે કિરણ ઠાકોરને ઉમેદવારી પરત ખેંચવાનું કહ્યું હતું તેના પહેલાં જ તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી. કિરણ ઠાકોરના સ્થાને કોંગ્રેસના નવા ઉમેદવાર તરીકે ખેડૂત આગેવાન જયેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી અન્ય ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસે પ્રથમ યાદિ જાહેર કરી હતી જેમાં કોંગ્રેસમાંથી ભરૂચ બેઠક પરથી કિરણ ઠાકોરે ટિકિટ આપવામાં આવી હતી. જોકે કોંગ્રેસના કાર્યકરોનો ચારેય બાજુથી વિરોધ થતાં કિરણ ઠાકોરે સામેથી જ પોતાની ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી, જેના કારણે ભરૂચમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે કોંગ્રેસ મોવડી મંડળે કિરણ ઠાકોરને ઉમેદવારી પરત ખેંચવાનું કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -