ગુજરાતમાં ચૂંટણી જીતવા ભાજપ ખેલશે મોટો દાવ, પેટ્રોલ 55 રૂપિયા, ડીઝલ 50 રૂપિયે લિટર કરી દેવાશે, જાણો કઈ રીતે?
પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નાણામંત્રી અરૂણ જેટલીની અપીલ બાદ પ્રમાણે વેટના દરો 5 ટકા ઘટાડવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલમાં લિટરે 3 રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે છે. તેના કારણે પેટ્રોલના ભાવ લિટરે 70 રૂપિયાની અંદર ઉતરી જાય ને ડીઝલ પણ 60 રૂપિયાની અંદર જતું રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલ પરનો વેટ નાબૂદ કરી દેવાય તો ડીઝલનો ભાવ લિટરના રૂપિયા 50 થઈ જાય. હાલમાં ગુજરાતમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 64ની આસપાસ છે. આમ ડીઝલમાં પણ લોકોને પ્રતિ લિટર 14 રૂપિયાની રાહત મળે. આટલી જંગી રાહત મળે તો મધ્યમ વર્ગ ભાજપની તરફેણમાં વળીને તેને જીતાડી દે.
ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડે તો રાજ્ય સરકારની આવકને બહુ મોટો ફટકો પડે. રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ નાબૂદ કરે તો તેના કારણે રાજ્ય સરકારને વર્ષે 8500 કરોડ રૂપિયાની આવક ખોવી પડે. ભાજપ સરકારને તેની ચિંતા નથી કેમ કે ફરી પાંચ વર્ષ સત્તા મળે તો આ ખોટ ભરપાઈ થઈ જાય.
ભાજપે આ ઘટાડો માત્ર ડીસેમ્બર સુધી જ અમલ કરવાનો છે તેથી તેને લગભગ 2100 કરોડ રૂપિયાનો ફટકો પડે. પાચં વર્ષ માટે સત્તા મળતી હોય તો ભાજપ માટે 2100 કરોડ રૂપિયા કંઈ નથી. ભાજપે ચૂંટણી પ્રચારમાં બીજે મહેનત ના કરવી પડે તે જોતાં ભાજપ આ દાવ ખેલી શકે.
ભાજપ સરકાર પેટ્રોલ પરનો આ 28 ટકા વેટ સંપૂર્ણપણે નાબૂદ કરી દે તો ગુજરાતમાં પેટ્રોલ પ્રતિ લિટર 55 રૂપિયાના ભાવે મળતું થઈ જાય. અત્યારે પેટ્રોલનો ભાવ લિટરના 70 રૂપિયાની આસપાસ છે. આમ લોકોને પ્રતિ લિટર 15 રૂપિયાનો ફાયદો થઈ જાય.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વેટમાં 5 ટકાનો ઘટાડો કરવા કહ્યું છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટાડવા માટે તેનો પર લાગેલો વેટ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા વિચારી રહી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર દેશમાં સૌથી વધુ 28 ટકા વેટ છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે દિવસમાં વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો સંકેત આપી દીધો છે ત્યારે ભાજપનાં સૂત્રો એવો સંકેત આપી રહ્યાં છે કે, ભાજપ 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે બહુ મોટો દાવ ખેલશે અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કલ્પના ના આવે એટલો ભાવઘટાડો કરી નાંખશે.
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એકસાઇઝ ડયુટીમાં પ્રતિ લીટર બે-બે રૂપિયાનો ઘટાડો કરાયા બાદ હવે કેન્દ્ર સરકારે રાજય સરકારોને પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવા કહ્યું છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્ય સરકારો વેટમાં 5 ટકાનો ઘટાડો કરે કે જેથી ગ્રાહકોને વધુ રાહત મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -