ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ગુજરાત
  • ભીલાડ: ‘ચલ સાઇડ મેં હો જા, નિકલ યહાં સે’: જાણો લૂંટારૂઓએ કેવી રીતે કરી લૂંટ

ભીલાડ: ‘ચલ સાઇડ મેં હો જા, નિકલ યહાં સે’: જાણો લૂંટારૂઓએ કેવી રીતે કરી લૂંટ

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 04 Oct 2017 07:49 AM (IST)
1

ઘટના બન્યા બાદ લૂંટારૂની કડી મેળવવા પોલીસે તસ્દી લીધી હતી જોકે, લૂંટારૂઓને પકડવા માટે હાઇવે ઉપર પીછો પણ કરાયો હતો જોકે, લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હતા. પોલીસે ચાર રસ્તા વિસ્તારની દુકાન, બેંક અને હોટલના સીસી ટીવી ફૂટેજ ચેક કરતા બે લૂંટારૂઓ પ્રથમ બાઇક ઉપર થોડે સુધી અને ત્યારબાદ એક રીક્ષામાં બેસીને પલાયન થઇ ગયા હતા.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

આરટીઓ કચેરીમાં શુક્રવાર સાંજથી મંગળવાર સવાર સુધીના ટેક્સ તથા ઓવેરલોડ દંડના પૈસા જમા હતા. 1.14 કરોડ ની માતબર રકમ હોવા છતાં આરટીઓ કચેરી દ્વારા બેન્કમાં પૈસા જમા કરાવવા જવા સિક્યુરિટી ગાર્ડ કે અન્ય સુરક્ષા લીધી ન હતી. લૂંટારૂઓ આરટીઓ કચેરી પરથી સુમોનો પીછો કરવા પહેલા લૂંટને અંજામ આપવા અન્યો લૂંટારુંઓને પણ પહેલેથી જ તૈનાત કરેલા હોવાનું આ ફૂલ પ્રુફ ઘટના પરથી જણાઇ છે.

3

આ બનાવ અંગેની જાણ કેશિયરે પોલીસને કરતા વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારૂઓ કેવી રીતે આવ્યા, તેમની મોડસ ઓપરેન્ડી શું હતી તે અંગે તપાસ હાથ ધરી હતી. તેમજ કેશવાનના ડ્રાઇવરની પોલીસે પૂછપરછ કરી હતી. લૂંટની ઘટના બાદ ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારી બીજી તરફ એ વાતે ચર્ચાઓ શરૂ થઇ હતી કે આરટીઓ કચેરી 1.14 કરોડ જેટલી માતબર રકમ જમાં કરાવવા જઇ રહી હતી ત્યારે સ્ટાફ સાથે સિક્યોરિટી ગાર્ડ કે અન્ય સુરક્ષા આપવામાં કેમ આવી નહોતી. તેમજ લૂંટારૂઓ આરટીઓ કચેરીથી જ કેશવાનનો પીછો કરી રહી હશે અને પહેલાંથીજ લૂંટારૂઓ ત્યાં ગોઠવાઇ ગયા હોવા જોઇએ. એવું પણ જાણવા મળ્યું છેકે આરટીઓની કેશવાનને આંતરતા જ આજુબાજુથી બેથી ત્રણ ઇસમો બહાર નિકળ્યા હતા. ભરચક વિસ્તારમાં આ રીતે લૂંટને અંજામ આપવામાં આવ્યું હોય આ લૂંટમાં આરટીઓ કચેરીમાંથી તો કોઇ સંડોવાયેલું છે કે નહીં એ દિશામાં પણ પોલીસ તપાસ હાથી રહી છે.

4

અચાનક આ રીતે થયેલા હુમલાથી ડરી ગયેલો ક્લાર્ક નીચે ઉતરી જતાં લૂંટારૂએ દેશી કટ્ટા જેવી ગન બતાવી હતી અને ‘ચલ સાઇડ મે હો જા, નિકલ યહાં સે..’ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા જ્યારે અન્ય બે લૂંટારૂઓ સુમો કાર તરફ ગયા હતા અને પાછળની સીટ પર મુકેલી પતરાંની પેટી અને ગ્રીન કલરની બેગ લઇ ફરાર થઇ ગયા હતા. જેમાં 1.14 કરોડ જેટલી રોકડ રકમ હતી. લૂંટારૂઓ આ રકમ લઇને વાપી તરફ ફરાર થઇ ગયા હતા.

5

ભીલાડ પોલીસના સૂત્રો અને ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર ભીલાડ ને.હા 8 પર આરટીઓ કચેરી આવેલી છે. મંગળવારે સવારે આરટીઓ કચેરીનો સ્ટાફ કચેરીની કેશવાન(સુમો કાર GJ.18.GA.41)માં રોકડ રૂ.11443469 ભરી ભીલાડ પશ્ચિમમાં આવેલી એસબીઆઇમાં રોકડ જમાં કરવા જઇ રહ્યો હતો. જે દરમિયાન ભીલાડ બજારથી 600 મીટરના અંતરે અને ભીલાડ નરોલી બ્રિજના પશ્ચિમ છેડે લીલા કલરની ક્વોલિસ કાર(GJ.1.HB.9204) રોંગ સાઇડ પરથી આવી હતી અને સુમો કારને આંતરી હતી. ક્વોલિસ કારમાંથી ઉતરેલા એક ઇસમે સુમો કાર પર લાકડા વડે હુમલો કરી કારનો કાચ તોડી નાંખ્યો હતો.

6

વલસાડ: ભીલાડ આરટીઓ કચેરીની કેશવાન મંગળવારે સવારે 10.45 કલાકે રોકડ રૂ.1.14 કરોડ ભરી ચાલક, ક્લાર્ક અને પટ્ટાવાળો ભીલાડ એસબીઆઇમાં ભરવા જઇ રહ્યાં હતા, ત્યારે નરોલી ફાટ ઓવરબ્રિજ પહેલાં ક્વોલિસ કારમાં આવેલા પાંચ ઇસમોએ દેશી કટ્ટા જેવી ગનના સહારે આંતરી રોકડ ભરેલી બેગ લઇ વાપી તરફ ફરાર થઇ ગયા હતા. ક્વોલિસ કાર વાપીમાં છોડી પાન ગુટખાના થેલામાં રોકડ લઇ અન્ય કારમાં ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ બાદ વલસાડ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારૂઓની મોડસ ઓપરેન્ડીનું નિરીક્ષણ કરી લૂંટારૂઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.