છોટા ઉદેપુરઃ પાળેલા કૂતરાએ જ ગુપ્તાંગ પર બચકું ભરીને કરડી ખાતાં થઈ કેવી હાલત, જાણો ચોંકાવનારો કિસ્સો
ખૂબ બધું લોહી વહી જવાને કારણે બ્લડ-પ્રેશર ઘટી ગયું છે. હજી પીડિત ભાઇ બેહોશ છે એટલે કેમ તેના જ પાળેલા કૂતરાએ તેની સાથે આવું કર્યું એનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના પછી ડોગીને ઘરના એક રૂમમાં બંધ કરી દેવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયારે તેની પત્ની પાછી આવી ત્યારે આ ભાઇ ભોંય પર પડેલા હતા અને ઘણું લોહી વહી ગયું હતું. સ્થાનિક ડોકટરોએ હાથ ઊંચા કરી દેતાં તેને વડોદરાના વારસિયા પાસેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. હાલમાં તે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે.
શાકભાજીનો વેપાર કરતા આ ભાઇના ઘરમાં સાત વર્ષથી એક ડોગી પાળેલો હતો. તેની પત્ની નજીકમાં જ રહેતાં મમ્મી-પપ્પાને મળવા ગઇ હતી અને દીકરો દુકાને હતો. શુક્રવારે જયારે ડોગીએ તેના પર હુમલો કર્યો ત્યારે તે ઘરમાં એકલો હતો. આ ભાઇ રાતે ઘરે આવીને કપડાં બદલી રહ્યા હતા ત્યારે અચાનક તેના જ ડોગીએ હુમલો કરીને પ્રાઇવેટ પાર્ટ કરડી ખાધો હતો.
અમદાવાદઃ જો તમે તમારા ઘરમાં પાળતુ કુરતા રાખતા હોવ તો આ સમાચાર તમારા માટે ચિંતાજનક છે. છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં એક ગામમાં પચાસ વર્ષના ભાઇને તેમના જ પાળતુ ડોગી દ્વારા જબરો આઘાત મળ્યો. આ ભાઈના તેના જ ડોગીએ પ્રાઈવેટ પાર્ટ કરડી ખાધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -