'ઉદેપુર જઇશ તો મને શાંતિથી કોલેજ નઇ જવા દે અને રસ્તામાં ઊભી રાખી હેરાન કરે છે'
અનિતા મેં મમ્મી-પપ્પા માટે તો કશું નથી કરી શકી. પણ તું ભણવામાં ધ્યાન આપજે ને આગળ આવજે. મમ્મી-પપ્પા નીચું દેખે એવું કામ ન કરતી. મેં તો હવે જીવીસ તો ભી મમ્મી-પપ્પાને દુઃખ જ આપીશ, એવું લાગે છે એટલે મેં હવે એમને દુઃખી નહીં દેખી શકું એટલે તું સારી રીતે ભણજે અને 11-12 પૂરું કરીને કોલેજ કરી તો કોઈ સારી જગ્યા પર કરજે. નજીકમાં ન કરતી. પપ્પાની બીક ના રાખતી. પપ્પાને કેજે તને જ્યાં ગમે ત્યાં કરજે અને ઉદેપુર તો જતી પણ ના હોય દૂર જતી રેજે. કોલેજ કરવા માટે મેં તો પપ્પાની બીકે કોઈ આગળ બોલી ન શકી તું બોલજે ને સારી જગ્યા પર જજે. આટલું યાદ રાખજે અનિતા. સુમિત તને તો હું છોડીને જવાની ઇચ્છા નથી થતી. આઇ મિસ યુ સુમિત. મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે અને હેરાન ન કરતો. બધાને આઇ મિસ યુ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેં મારા જીવનમાં કેટલું બધું કરીશ તેવું વિચાર્યું હતું, પણ હવે મારા બધા સપના અહીંયા જ પુરા થઈ જશે. હું તો કોલેજ પુરી કરીને બીએડ કરીશ ને ટિચર બનીશ એમ વિચાર્યું તું અને મેં હવે મારું સપનું પણ પુરુ નથી કરી શકી. એટલે મને દુઃખ થાય છે. અને મારી ઇચ્છા એ પણ છે કે મેં પ્રિયાનું બેબી થાય તો મેં મારી જાતે એનું નામ પાડું. મેં તો નામ પણ વિચારી રાખ્યું હતું અને એની સાથે રમીશ અને એને રમાડીશ એવું બધું વિચાર્યું તું. હવે તો એને ચેહરો પણ જોવા નહીં મળે એવું લાગે છે. પણ મારી ઇચ્છા પૂરી કરજે પ્રિયંકા. જે પણ હોય એ એનું નામ પ્રિન્સ પાડજે. મેં આ નામ વિચાર્યું તું. એટલે મને બહુજ ઇચ્છા હતી. મે મારી જાતે નામ પાડીશ એમ એટલે મારી ઇચ્છા તું પૂરી કરજે. પ્રિન્સ નામ પાડજે. પ્લીઝ પ્લીઝ.
જો ઉદેપુર જઇશ તો મને શાંતિથી કોલેજ નઇ જવા દે અને રસ્તામાં ઊભી રાખીને કોલેજ આવવાની ધમકી આપે છે. મને હેરાન કરે છે અને મને ટેન્શન આવે છે. જેના કારણે મારું ભણવામાં ધ્યાન નથી લાગતું. અને મને આગળ જતા પણ આવું જ થશે. આના લીધે મારા ઘરના હેરાન થાય એના કરતા મે...... હું મારા મમ્મી-પપ્પાને હેરાન કરવા નથી માગતી. હું મારા ઘરનાને બહું જ લવ કરું છું અને એના માટે મેં મારા લીધે આવું બધું થશે તો પપ્પા પણ પ્રોબ્લેમમાં આવશે, એટલે સોરી પપ્પા. મારો પ્રોબ્લેમ કઈશ તો તમને બધાને હેરાન કરશે, એટલે મેં કોઈને કશું કેતી નથી. આઇ મીસ યુ..... મમ્મી પપ્પા પ્રિયા અને સુમિત, જીજુ, દીદી, કાકા, કાકી અને બધા મારી ફેમિલીવાળા આઇ મિસ યુ. મારાથી ભુલ થઈ હોય તો માફ કરજો. મને અને મને મિસ ના કરતાં. મેં બધાને બહું દુઃખ આપ્યું છે.
છોટાઉદેપુર : રોમિયોથી પરેશાન થઈ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. છોટાઉદેપુરમાં કન્યા છાત્રાલયમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી પાર્વતીબેન ભીલે રાહુલ નામના યુવકની પજવણીથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધો છે. વિદ્યાર્થિનીના પિતાએ રાહુલ ભરવાડ નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન યુવતી પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પણ તેને આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સૂસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે, આઇ એમ સોરી, પ્રિયા કે કોઈ પણ આ વાંચે તો મને માફ કરજો પ્લીઝ. હું મારી લાઇફથી હેરાન થઈ ચુકી છું. હું શું કરું મને જ ખબર નથી પડતી અને આવા સમયે કોઈને મારા વિશે વાત કરુ અને કોઈ મારી વાત સમજી શકે તમ નથી એટલે મે આવું પગલું ભર્યું છે. આગળ વાંચો સૂસાઇડ નોટમાં યુવતીએ શું લખ્યું છે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -