છોટાઉદેપુરઃ દીવાળી ટાણે બે અકસ્માતમાં ત્રણના મોત, બસ ઝાડમાં ઘૂસી જતાં ડ્રાઇવર બે કલાક સુધી મોત સામે ઝઝુમ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય અકસ્માતની વાત કરીએ તો સંખેડા તાલુકાની વસાણા ચોકડી નજીક ટેન્કર અને પિકઅપ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇડ્રોકલોરિક એસિડના લખાણવાળા ટેન્કર અને શાકભાજીના ટેમ્પો સાથે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક અને ટેમ્પાના ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
છોટાઉદેપુરઃ જિલ્લામાં અલગ અલગ બે બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે. ગઈ કાલે રાતે નસવાડી દેવલીયા રોડ પર ખાનગી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે પંદર મુસાફરોને ઇજા પહોંચી હતી.
શાકભાજીનો ટેમ્પો સુરત તરફ અને ટેન્કર બોડેલી તરફ આવી રહ્યું હતું તે દરમિયાન બનાવ બન્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત એકને બોડેલી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતથી ક્વાંટ જતી ખાનગી બસ વૃક્ષ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. જ્યારે બસના ડ્રાઇવરનું વૃક્ષ અને સ્ટિયરિંગ વચ્ચે ફસાઇ જતાં બે કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા પછી મોત થયું હતું. ઇજાગ્રસ્તોને નર્મદાના તિલકવાડા સરકારી દવાખાનામાં ખસેડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -