ચોટીલા: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી યુવકની હત્યા, લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઈનકાર
પરિવારજનોની જીદના કારણે પોલીસ દોડતી થઈને કલાકોમાંજ હત્યાના આરોપીને ઝડપી લીધો હતા. આથી પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારી અને અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારબાદ રાજુભાઇને છરીના ત્રણ ઘા પડખામાં મારી દેતાં મૃત્યું નીપજ્યું હતું. જ્યારે આ સમયે હાજર હસમુખભાઇ દિલિપભાઇ શિહોરાને પણ છરીના બે ઘા ચતુરભાઇએ મારી દેતાં તેઓને પણ લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યારે બનાવ બાદ મૃતદેહને ચોટીલા હોસ્પીટલમાં પી.એમ.માટે ખસેડાયો હતો.
હત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અને પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ચોટીલા: આજકાલ નાની અમથી વાતોમાં મોટા ઝઘડામાં એકબીજીના જીવના દુશ્મન બની જાય છે. આવો જ એક કિસ્સો ચોટીલામાં બન્યો છે. ચોટીલામાં હુતાસણીની પૂર્વ સંધ્યાએ મફતીયા પરામાં હોળી પહેલા લોહીની હોળીનો ખેલ ખેલાયો હતો. જેમાં એક કોળી યુવકને છરીના ઘા મારીને તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ચોટીલાના મફતીયા પરામાં રહેતા રાજુભાઇ વાલજીભાઇ સુરેલા અને ચતુરભાઇ કાળુભાઇ પંચાળા સામસામે ભટકાયા હતા. જેમાં રાજુભાઇએ પગ આડો રાખતાં ચતુરભાઇ પડી ગયા હતા. આ ઘટના અંગે ઉગ્ર બોલાચાલી થતાં ભયંકર સ્વરૂપ ધારણ થતાં રાજુભાઇએ છરી કાઢતાં ચતુરભાઇ એ છરી આંચકી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -