છોટાઉદેપુરમાં ભાજપના નેતાની અત્યંત ઘૃણાસ્પદ કૌભાંડમાં થઈ ધરપકડ, જાણો વિગત
અલીરાજપુરથી બાળકોની તસ્કરી કરતી ગેંગના માસ્ટર માઇન્ડ શૈલેન્દ્ર ઉર્ફે શૈલુ રાઠોડ તેમજ તેના ત્રણ સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ગેંગનું વડોદરા અને છોટાઉદેપુર કનેક્શન બહાર આવ્યું હતું. છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ બાળકોનો સોદો કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૈલેન્દ્રએ વડોદરાના કારેલીબાગમાં રહેતા દિલીપ પુરુષોત્તમ અગ્રવાલને છોટાઉદેપુરમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા અને ભાજપના અગ્રણી રાજુ નિરંજન અગ્રવાલ મારફત દસ મહિના પહેલા એક બાળક વેચ્યું હોવાનું સામે આવતાં પોલીસે છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુ અગ્રવાલની પણ ધરપકડ કરી છે.
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધામાં ભાજપના નેતા, ડોક્ટર સહિત નવની ધરપકડ થતાં ભારે ચકચાર જાગી છે. આ કૌભાંડમાં છોટાઉદેપુરના એક પ્રતિષ્ઠિત ડોક્ટરની સંડોવણી પણ બહાર આવી છે.
અત્યાર સુધીમાં બાળકોની તસકરીના કેસમાં કુલ નવની ધરપકડ કરવામાં આવી છે. અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાની વાતને લઈ એક દંપતી બાળક લેવાના બહાના હેઠળ શૈલેન્દ્ર રાઠોડ પાસે પહોંચ્યું હતું અને રૂા. 1.40 લાખમાં 18 માસના બાળકનો સોદો થયો હતો. જે સંદર્ભે રૂા. 10 હજાર આરોપી શૈલુ રાઠોડે લીધા હતા.
આ ભેદ ઉકેલવા માટે અલીરાજપુર પોલીસ દ્વારા છટકું ગોઠવાયું હતું. જેમાં પીએસઆઈ ચંચલા સોનીને દંપતી બનાવી આરોપી શૈલુ રાઠોડના નિવાસસ્થાને મોકલાયા હતા. પોલીસે છટકું ગોઠવી રેડ કરતા આરોપી શૈલુ રાઠોડને રંગેહાથે ઝડપી લીધો હતો અને 18 માસનું બાળક પણ મળી આવ્યું હતું.
ભાજપના નેતાએ આ બાળક છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં અપાવ્યું હોવાનું તપાસમાં ખૂલતાં ડોક્ટરની પણ પૂછપરછ કરી હતી અને પછી કેસર હોસ્પિટલના માલિક અને સર્જન એવા ડોકટર રાજુ ની મ.પ્ર. પોલીસે ધરપકડ છે. તેમણે પોતાની હોસ્પિટલમાં જન્મેલા બાળકને 50 હજારમાં શૈલુ રાઠોડને વેચ્યો હતો. ડો. રાજુને ગુજરાતમાં બે અને મધ્યપ્રદેશમાં બે મળી ચાર હોસ્પિટલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -